સમગ્ર ગુજરાતમાં જાણે એક સુર સાથે કોઈ ફિલ્મનો વિરોધ થયો હોય તો તે આવનાર શાહરુખ ખાનની “પઠાણ” ફિલ્મ બની ગઈ છે કે જેનું વિરોધ માત્ર સુરત શહેર કે જીલ્લા નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં દેખાઈ રહ્યો છે અને દરેક સમાજ તેનું વિરોધ કરી રહ્યું છે
જુનાગઢમાં સાધુ-સંતોની વિશાળ હાજરીમાં પઠાણ ફિલ્મ માં આવતા ભગવા રંગ અને અભદ્ર શબ્દના વિરોધમાં કલેકટર ને આવેદન પત્ર અપાયું. શાહરુખ ખાન ની નવી રિલીઝ થનારી પઠાણ ફિલ્મ માં આવતા એક ગીત દરમ્યાન ભગવા રંગ અને અભદ્ર શબ્દો ના થયેલ ઉપયોગ વિરૂદ્ધ આવેદનપત્ર અપાયું.ફિલ્મ માથી ભગવા રંગે સાથે અભદ્ર શબ્દ નો ઉપયોગ થયેલ જે સીન ફિલ્મ માંથી દૂર કરવા માટે થઈ જુનાગઢ કલેક્ટર ને એક આવેદનપત્ર જૂનાગઢ સાધુ સંતો તથા સાહિત્ય કલાકાર રાજભા ગઢવી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં આવેલ હતું .
જો સેન્સર બોર્ડ આ સીન નહિ હટાવે અને ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવામાં આવશે તેનો ઉગ્ર વિરોધ કરાશે તેમ આવેદન પત્રના અંતમાં જણાવાયું છે અને જો આ બાબતે આ ફિલ્મમાં કોઈ ફેરફાર નહીં થાયતો તો આગામી શિવરાત્રી મેળો સાધુ સંતો દવારા વિરોધ દશાૅવશે તેમ આવેદન પત્ર ના અંતમાં જણાવ્યું છે