શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી મંડળી લિમિટેડ મોડાસા દ્વારા મોડાસા થી ગણપતપુરા ગણપતિ મંદિર, બુટ ભવાની મંદિર, સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર, તથા સ્વામિનારાયણ મંદિર સાળંગપુર થઈ મોડાસા પરતનો એક દિવસીય પ્રવાસ યજમાન શ્રી આદરણીય વડીલ ઈસ્માઈલભાઈ દાદુ ના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 45 સભ્યશ્રીઓ કપલમાં જોડાયા હતા. આ પ્રવાસ લક્ઝરી બસ સાથે યોજાયો હતો. પ્રવાસમાં સવારે ચા નાસ્તો, બપોરે સ્વાદિષ્ટ ભોજન, રાત્રે હળવા ભોજન સહિતનું આયોજન ગોકુલ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સદર પ્રવાસ મેનેજિંગ ડિરેક્ટર રમણભાઈ પ્રજાપતિ અને મેનેજર નરેશભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલ શ્રી ઇસ્માઈલ કાકા તેમજ ચેરમેન શ્રી પંકજકાકા વાઇસ ચેરમેન શ્રી નવીનભાઈ શાહ સહિત ડિરેક્ટર બોર્ડના સૌ સભ્યશ્રીઓ ઉપરાંત એસોસિએશનના પ્રમુખ શ્રી કિરીટભાઈ શાહ, ભૂતપૂર્વ વાઇસ ચેરમેન શ્રી ગોવિંદભાઈ શાહ અને થ્રીપાલભાઈ શાહ, એસોસિએશન ના ભૂતપૂર્વ પ્રમુખ મયુરભાઈ બુટાલા અને સુરેશભાઈ શાહ, મંડળીના પૂર્વ ડિરેક્ટર છોટાલાલ પટેલ અને કનુભાઈ શાહ કપલ સાથે જોડાયા હતા. પ્રવાસ દરમિયાન સર્વે સભ્યોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી અને ખૂબ આનંદ અને પ્રમોદ સાથે પ્રવાસ માણ્યો હતો. પ્રવાસ દરમિયાન આદરણીય શ્રી દાદુનું પ્રવાસનું સૌજન્ય આપવા બદલ તેમજ પરિવારની ભાવના કેળવવા બદલ અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું તથા સમગ્ર પ્રવાસ દરમિયાન ખૂબ સુંદર વ્યવસ્થા પૂરી પાડવા બદલ ગોકુલ ટ્રાવેલ્સના સચિનભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રવાસના અંતે આદરણીય પંકજકાકાએ સૌના સહકાર બદલ આભાર ની લાગણી અનુભવી હતી અને દરેક પ્રસંગે આવો જ સહકાર મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

You missed