પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા દ્વારા ગુરૂવારે ડિમોલેશનનું શસ્ત્ર ઉપાડ્યું હતું. શહેરનાં વાડી પ્લોટ તેમજ એસટી રોડ ઉપરનાં બે કોમ્પલેક્ષની સીડીનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે પાલિકાએ એક નાગરીકે અરજી કરતાં ચીફ ઓફિસર દ્વારા તપાસ કરાવી હતી. અને ચીફ ઓફિસરની સૂચના મુજબ ગુરૂવારે પાલિકાના બાંધકામ વિભાગનાં વિનોદ બથીયા તેમજ તેમની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દુર કરવામાં આવ્યું હતું. વિનોદ બથીયાએ જણાવ્યું હતું કે આ અંગે નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ સીડીનું દબાણ દુર ન કરાતાં  આખરે પાલિકાએ જેસીબીથી શહેરના બે સ્થળો ઉપર સીડીનું દબાણ દુર કરાવ્યું હતું. આ મામલે બિલ્ડર યુસુફ પુંજાણીએ જણાવ્યું હતું કે પેશકદમી એટલે નગરપાલિકાની જગ્યામાં કે સીડી બનાવેલી હોય તેને કહેવાય. આ જે જગ્યામાં સીડી બનેલી છે તે મારી પોતાની માલિકીની છે. માર્જીનની જગ્યામાં ઓપન સીડી છે. જે આજકાલ નહીં ૧૫ વર્ષથી બનાવેલ છે. ૧૫ વર્ષમાં નીચેની દુકાનોના ત્રણ ગ્રાહકો બદલી ગયાં છે. હવે મારી જગ્યામાં બનાવેલી સીડી નીયમ મુજબ કોઇની પરવાનગી લેવાની હોતી નથી. આ જે કામ થયું છે તે ગેરકાનુની છે. આ જગ્યાનું જે ડિમોલેશન કરાયું છે તે મામલે કોર્ટ સુધી જવાની તૈયારી છે મારી માલીકીની જગ્યામાં આ સીડી છે કોઇની વ્યકિત માલીકીની નથી. અને પાલિકા પ્રમુખ મોટા વહીવટો કરે છે અત્યાર સુધી હું કશું બોલતો ન હતો. પરંતુ આ બધાને હું ખુલ્લા પાડીશ. અમારી પાસે પણ પૈસા લીધા છે. તેવા પણ સણસણતા આક્ષેપો કરતાં પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

You missed