નવસારીમાં પઠાણ ફિલ્મનો વિવાદ પેગંબર સાહેબ સુધી પહોંચતા માહોલ ગરમાયો છે. પઠાન ફિલ્મના વિવાદિત ગીત અંગે નવસારીની ખાનગી એક ન્યુઝ ચેનલ પર પુનરિક મહારાજ નામના વ્યક્તિએ પેગંબર સાહેબ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોવાનું સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થતા મુસ્લિમ સમાજના લોકોએ લાગણી દુભાતા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ મથક ની બહાર રોસ ભરાયેલા મુસ્લિમ સમાજના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા અને  સાજન ભરવાડ મુર્દાબાદ ના નારા લગાવવામાં આવ્યા પેગંબર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

 

બીજી બાજુ આ ફિલ્માં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું નવું ગીત ‘ઝૂમે જો પઠાન’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ચાહકોને ઘણું જ ગમ્યું છે. જોકે, સો.મીડિયા યુઝર્સે આ ગીતની કૉપી કરી હોવાનો દાવો કર્યો છે. વિશાલ-શેખરે મ્યૂઝિક કમ્પોઝ કર્યું છે.

 

મહત્વનું છે કે એક બાજુ વિરોધ થઇ રહ્યું છે તો બીજી બાજુ અહી અલગ અંદાજ પણ સામે આવ્યું છે  સો.મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ઝૂમે જો પઠાન’ કૉપી છે. આ ગીત સુખવિંદર સિંહના જૂના ગીત સાથે ખાસ્સું મળતું આવે છે. આ બંને ગીતની બીટ્સ ઘણી જ સમાન લાગે છે. યુઝર્સે સુખવિંદર સિંહ તથા ‘ઝૂમે જો પઠાન’ના ગીતનો કોલાજ વીડિયો બનાવીને સોંગમાં રહેલી સમાનતા બતાવી હતી.

You missed