ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સફાઈનો આગ્રહ રાખતા રાજ્યપાલે 20 જેટલી યુનિવર્સિટીને પણ પત્ર લખ્યો છે. સફાઈ મામલે તેમણે આ પત્ર લખીને અનુરોધ કર્યો છે. રાજ્યપાલ દ્વારા ઘણા સમયથી કોર્પોરેશનના સ્ટાફ દ્વારા અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સફાઈની ઝૂંબેશ ચલાવવામાં આવી છે. જેમાં ટ્રકો ભરીને કચરો બહાર ઠલાવવામાં આવી રહ્યો છે.

રાજ્યપાલે કુલપતિઓને અનુરોધ કર્યો છે કે છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ સમયાંતરે તપાસ કરવામાં આવે અને છાત્રાલયોના શૌચાલયો અને શૈક્ષણિક પરિસર-બિલ્ડીંગની પણ નિયમિત સફાઈ કરવામાં આવે. સમગ્ર કેમ્પસની દિવાલોની સફાઈની ખાસ કાળજી લેવી જોઈએ.

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયા બાદ રાજ્યપાલે તમામ સરકારી યુનિવર્સિટીઓને પત્ર લખીને સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અને સ્વચ્છતા કાર્યક્રમના ફોર્મેટ વિશે માહિતી આપવા કહ્યું છે. વિદ્યાપીઠની જેમ રાજ્યપાલ સરકારી યુનિવર્સિટીઓનું ઓચિંતું નિરીક્ષણ કરી શકે છે અને કેમ્પસ-હોસ્ટેલની સ્વચ્છતા પણ ચકાસી શકે છે.

રાજ્યપાલ તમામ સરકારી રાજ્ય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર કહેવાતા હોય છે. રાજ્યપાલે તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખીને કહ્યું છે કે તમામ યુનિવર્સિટીઓ સ્વચ્છ હોવી જોઈએ, તો જ અહીં ભણતા વિદ્યાર્થીઓ સ્વચ્છતામાંથી પ્રેરણા લેશે. પર્યાવરણ અને સ્વચ્છતાના સંસ્કારો અપનાવો. આપણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઝુંબેશમાં જોડાઈને અભિયાનને એક દિવસ નહીં પણ સતત આગળ ધપાવવું જોઈએ તેમ તેમણે કહ્યું છે. રાજ્યપાલે કુલપતિઓને યુનિવર્સિટીમાં યોજાનાર ચોક્કસ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પણ અનુરોધ કર્યો છે.

You missed