નેત્રંગના પાડા ગામે ઇકો ગાડી માં ભરેલ ભારતીય બનાવટ ના વિદેશી શરાબના જથ્થા સાથે બે બુટલેગરોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

ભરૂચ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલા ભારતીય બનાવટ ના વિદેશી શરાબનો વેપલો કરતા તત્વો સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે,જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માંજ લાખોની કિંમત નો દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે,ત્યારે વધુ એક શરાબ નો મોટો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે,

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથક ના પાડા ગામે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડા પાડી ઇકો ગાડી નંબર MH,43,AT 8074 માંથી ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના જથ્થા સાથે બે બુટલેગરો (૧)પરેશ રમેશભાઈ વસાવા રહે,ગોરાટીયા નેત્રંગ તેમજ (૨)સંજય ભાગવાન મોરે રહે માંડલ ધુલિયા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડી મામલે અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો,

ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટ ની વિદેશી શરાબ ની નાની-મોટી કુલ ૩૩૫ નંગ બોટલો સહિત ઇકો ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ૪,૫૨,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ફફડાટ છવાયો છે,

You missed