દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તથા દમણ અને ગોવા એ ૧૯૬૧ માં આઝાદી મેળવી હતી, જે અંતર્ગત દમણ દીવ અને ગોવા માં ૧૯ મી ડિસેમ્બર ના રોજ આઝાદી મુક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી, ઉજવણી ના ભાગરૂપે આજે સવારે દીવ કલેકટર ઓફિસ ખાતે દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા, એસપી મની ભૂષણ સિંહ, ડેપ્યુટી કલેકટર વિવેક કુમાર, એસડીપીઓ મનસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ,
ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, ઝોલાવાડી ગ્રામ પંચાયત ના સરપંચ મનિષાબેન સંજય વાજા, બુચરવાડા ગ્રામ પંચાયત સરપંચ દિપક દેવજી, સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ શંકર ભગવાન, વણાકબારા ઉપ સરપંચ નરસિંહ ભાઈ, જીલ્લા પંચાયત સદસ્યો,ફવર્મન બ્રહ્મા એ દીવ ની જનતા ને દીવ કાઉન્સિલરો, ઓફિસર ગણ, પોલીસ પ્લાટુન તથા કર્મચારીઓ એકત્રિત થયા હતા, ત્યારબાદ કલેકટર ઓફિસ સામે નગરપાલિકા ગાર્ડન માં શહિદ સ્મારક પર દીવ ને આઝાદી અપાવનાર શહિદ જવાનો ને પુષ્પ અર્પણ કરી, સલામી આપી શ્રદ્ધાંજલિ આપવા માં આવી
હતી, ત્યારબાદ કલેકટર ઓફિસ પરિસર માં દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા એ ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું, સાથે ઉપસ્થિત તમામ લોકો એ રાષ્ટ્રગીત ગાઈ સલામી આપી હતી, રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ કલેકટર મુક્તિ દિવસ ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ૧૯૬૧ માં દમણ દીવ અને ગોવા ને કઈ રીતે આઝાદી મળી હતી,તે વિશે જાણકારી આપી, તથા દીવ માં થયેલ વિકાસ ની પણ માહિતી આપી હતી, તથારાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો,