અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાનું આજે આયોજન કરાયું હતું જેમાં સેહજાદ ખાન પઠાણે ડ્રગ્સ મામલે ભાજપ પક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ આક્ષેપ કરતા કોર્પોરેશનના નેતાઓ વચ્ચે હોબાળો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં મનપાની આજે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં આજે સામ સામે દલીલો થઈ હતી. જેમાં વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું. વિપક્ષ નેતાએ ડ્રગ્સ મામલે આરોપ લગાવ્યો હતો.
અમદાવાદમાં અગાઉ ડ્રગ્સ પકડવાની ઘટનાઓ બની હતી ત્યારે આજે વિપક્ષ નેતા સહેજાદખાન પઠાણ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, રીવરફ્રન્ટ પર ડ્રગ્સ યુવાનો દ્વારા લેવામાં આવે છે. તેમ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ભાજપ નેતા ભાસ્કર ભટ્ટે આ મામલે પ્રત્યુતર આપતા કહ્યું કે, જો આ પ્રકારની ઘટનાઓ કર્ણાવતી નગરમાં બનતી હોય તો પોલીસને ફોન કરવો જોઈએ પરંતુ આ તો કર્ણાવતી નગરની વિપરીત માહિતી આપવામાં આવીટ રહી છે તેમ કહી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
ખાસ કરીને વિપક્ષ દ્વારા અવાર નવાર વિવિધ મુદ્દે સવાલો ઉઠાવવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે કોર્પોરેશનના શાસક પક્ષના કામો સિવાય ડ્રગ્સનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.