ગુજરાત વિધાનસભામાં ચુંટાયેલા ધારાસભ્યોએ ગઇકાલે વિધાનસભામાં લોકસેવા અંગેના શપથ લીધા હતા. જેમાં પોરબંદરના ધારાસભ્યએ ભાજપના ધારાસભ્યને હરાવીને પોરબંદર વિધાનસભાની બેઠકમાંથી વિજેતા બન્યા હતા અને ગઇકાલે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સંસ્કૃતમાં શપથ લઇને લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા.

83 પોરબંદર વિધાનસભા બેઠકમાં હાલમાં યોજાયેલી ચુંટણીમાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી ચુંટણી લડી હતી અને તેમણે ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સામે બહુમત હાંસલ કરીને વિજય મેળવ્યો હતો. ગઇકાલે ગુજરાત વિધાનભામાં ગુજરાતભરના ચુંટાયેલા ઉમેદવારોનો શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ શપથ ગ્રહણમાં જયારે અંગ્રેજી ભાષાનો પ્રભાવ પાડવામાં આવી રહ્યો છે અને લોકો અંગ્રેજીની સાથે સાથે રાષ્ટ્રભાષ હિન્દીને પણ ભુલતા જાય છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના શપથગ્રહણ સમારોહમાં સંસ્કૃતમાં શપથ લઇને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ઉજાગર કર્યો હતો. 83 પોરબંદર વિધાનસભા બેઠકમાં હાલમાં યોજાયેલી ચુંટણીમાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી ચુંટણી લડી હતી અને તેમણે ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સામે બહુમત હાંસલ કરીને વિજય મેળવ્યો હતો. અર્જુનભાઇના સંસ્કૃતમાં શપથ ગ્રહણથી સમગ્ર વિધાનસભામાં સંસ્કૃતના સ્વર ગુંજી ઉઠયા હતા અને વિધાનસભામાં ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્યની આ પહેલને સહર્ષ આવકારી હતી.

You missed