જુનાગઢ જિલ્લાની વિસાવદર વંથલી માણાવદર ચોરવાડ બાટવા માંગરોળ નગરપાલિકાની મુદત પૂર્ણ થવાને બે માસ જેટલો સમય બાકી છે આગામી જાન્યુઆરી માસમાં નગરપાલિકામાં ચૂંટણી માટેનું જાહેરનામું ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવાનો સમય છે પરંતુ હાલમાં ઓ.બી.સી અનામતને લઈ ગ્રામપંચાયતની ચૂંટણીની મુદત પૂર્ણ હોવા છતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે તેવી જ રીતે નગરપાલિકાની ચૂંટણીમાં મુદ્દત પૂર્ણ થતા પહેલા નવી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી જાય તો સમયસર ચૂંટણી થઈ શકે અન્યથા વહીવટદારોને નગરપાલિકાનું શાસન સોંપી દેવામાં આવશે જુનાગઢ જિલ્લાની કેશોદ સિવાયની તમામ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે વિસાવદર વંથલી ચોરવાડ અને બાટવા નગરપાલિકાઓના 6 વોર્ડની 24- 24 બેઠકો માટે અને માણાવદરમાં સાત વોર્ડની 28 બેઠકો માંગરોળ નગરપાલિકાના નવ બોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આપ સહિતના અનેક પક્ષો અને અપક્ષમાં ચૂંટણી લડવા માટે મુરતિયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાઓની કુલ 160 બેઠકો માટે ચૂંટણી માટેનો નગરપાલિકા વિસ્તારમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે નગરપાલિકાઓની ચૂંટણી લડવાની જ્ઞાતિના સમીકરણો સામેના ઉમેદવારો કોણ હશે તેવા અવનવા ગણિતો લગાવી ચૂંટણી લડવા માટેની અત્યારથી જ તૈયારીઓનો આરંભ કરી દીધો છે