સોમવારે પ્રયાગરાજની અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભારે હંગામો થયો, જેમાં અડધો ડઝન વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ અને ગાર્ડ વચ્ચે જોરદાર ઈંટો અને પથ્થરોથી મારપીટ થઈ છે. વિદ્યાર્થીઓએ સુરક્ષા ગાર્ડ પર ગોળી ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ હંગામામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી વિવેકાનંદ પાઠક સહિત ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સંઘના પુનઃસ્થાપનને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો હતો, તે દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હંગામો થયો હતો. ઇંટો અને પથ્થરો ફેંકવા સુધી વાત આવી. યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરવાની સાથે વિદ્યાર્થીઓએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી છે.
આ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થી વિવેકાનંદ પાઠક સહિત ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો અને યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તોડવાનું શરૂ કર્યું.
ઘર્ષણની માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને ઇંટો અને પથ્થરમારો કરી રહેલા વિદ્યાર્થીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરી રહ્યા છે. ઘર્ષણની માહિતી મળતાં જ પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા પોતે યુનિવર્સિટી પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી શરુ કરી દીધી છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની પુનઃસ્થાપનાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓએ રજા હોવા છતાં વિદ્યાર્થી સંઘની ઇમારતના બંધ તાળા ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો.
જાણો શું છે ઘર્ષણનું સાચું કારણ
પોલીસનું કહેવું છે કે, ‘પૂર્વ વિદ્યાર્થી નેતા વિવેકાનંદ પાઠક કારમાં યુનિવર્સિટીની અંદર જઈ રહ્યા હતા, જેમને યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડે રોક્યા, પછી વિવેકાનંદે સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી, જેના પર ત્યાં હાજર તમામ સિક્યુરિટી ગાર્ડ્સે વિવેકાનંદ સાથે મારપીટ કરી, આની માહિતી મળતા જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભેગા થઈને સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ કરી, જેના પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું.’