દમણ દીવના સંસદ સભ્ય લાલુભાઈ પટેલે તેમના પ્રારંભિક પ્રવચનમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે, દમણ દીવની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દમણ દીવની વિકાસ ગાથાને ઉજાગર કરતાં સાંસદ એ કહ્યું કે દમણ ના દરિયા કિનારાના વિકાસને જોવા પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે. અને તેમની સાથે સુંદરતાની અવિસ્મરણીય યાદો લઈને જાય છે તમે અને મેં ક્યારેય આવા વિકાસની કલ્પના કરી ન હતી પરંતુ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દૂરંદેશીથી અને સ્થાનીય વહીવટી તંત્રના પ્રશંસનીય પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દમણ અને દીવની આઝાદી પછી વર્ષ 2014 સુધી જ્યારે આપણે કોઈ પણ ઈમારત કે રસ્તાની વાત કરતા ત્યારે સાંભળતા કે તે પોર્ટુગલના સમયથી છે. હોસ્પિટલ. પોર્ટુગલના સમયથી પૌરાણિક એવી તમામ ઇમારતો, શાળાઓ, પુલો વિશે આપણે સાંભળતા આવ્યા છીએ. તો આ મંચ પરથી હું કોંગ્રેસના સમર્થકોને અને તેની વિચારધારામાં માનનારાઓને પ્રશ્ન પૂછું છું કે દમણ અને દીવની આઝાદી પછી 50 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? વર્ષ 2014માં કેન્દ્રમાં માનનીય નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વિકાસે ઝડપી ગતિ પકડી છે. અને કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને પૂછો તો તમામ કામોનો શ્રેય ભાજપ શાસિત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જાય છે. અહીં થયેલા અસંખ્ય વિકાસે આ નાનકડા પ્રદેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક ની યાદીમાં મૂક્યું છે. હાલનું તાજું આનું એક ઉદાહરણ તો આપણું દીવ આગામી થોડા મહિનામાં G-20 કોન્ફરન્સની યજમાની કરવા જઈ રહ્યો છે. આ G-20 કોન્ફરન્સમાં વિશ્વના 56 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે, અને એ દિવસ આપણા બધા માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ ઘટના બનશે. વૈશ્વિક સ્તરે દમણ દીવની પોતાની એક અલગ છબી સાથે ઉભરી આવશે. આજે હું એવા વીરોને નમન કરું છું જેમણે દમણ દીવની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભાજપ કાર્યકર્તા સતત કામ કરે છે, અમે અમારા સંગઠન ને સતત સેવા ભાવનાથી ચલાવીએ છીએ. આવતી 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે, અમે આ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણા પ્રદેશમાં પણ ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. આપણા પ્રદેશના દરેક મંડળમાં સ્વર્ગસ્થ અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણી એ તેમના ટૂંકા સંબોધનમાં પ્રદેશના લોકોને મુક્તિ દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના કાર્યક્રમમાં, આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના જીવનચરિત્ર પર લખાયેલ પુસ્તક Modi@20 નું હિન્દી સંસ્કરણ, ઉપસ્થિત કેટલાક મહાનુભાવોને સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવ્યું હતું. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં લાલુભાઈ પટેલ, દીપેશ ટંડેલ, રઘુનાથ કુલકર્ણી, નવીનભાઈ રમણ ભાઈ પટેલ, શ્રીમતી સોનલ બેન પટેલ, નિશા બેન ભવર, ગોપાલ દાદા, વિવેક દાઢકર, મહેશ અગરીયા, બી.એમ.માછી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.