ઘણા લોકોએ પદ છોડવા કહ્યું
લોકોએ આ ટ્વિટ પર પોતાનો મત આપવાનું શરૂ કર્યું. સવારે 9.30 વાગ્યા સુધીમાં 10,482,722 ટ્વિટર યુઝર્સે આ ટ્વીટ પર પોતાનો મત આપ્યો છે. જેમાંથી 56 ટકાથી વધુ લોકોએ કહ્યું કે મસ્કને સીઈઓ પદ છોડી દેવું જોઈએ. જયારે 43 ટકા લોકોએ કહ્યું કે મસ્કને આ પદ છોડવું જોઈએ નહીં. અત્યાર સુધીના પરિણામો પરથી એવું લાગે છે કે જો મસ્ક પોતાના વચન પર અડગ રહેશે તો તેમને સીઈઓનું પદ છોડવું પડી શકે છે.
Kooનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ
તાજેતરમાં ટ્વિટરે વિશ્વના કેટલાક પ્રખ્યાત પત્રકારો અને સેલિબ્રિટીઓના હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ કંપનીએ ભારતીય હરીફ Koo સાથે પણ આવું જ કર્યું છે. કંપનીએ Kooનું ઓફિશિયલ હેન્ડલ સસ્પેન્ડ કરી દીધું છે. શુક્રવારે, ટ્વિટરે Koo ના ટ્વિટર હેન્ડલ @kooeminenceને સસ્પેન્ડ કરી દીધું.
અનેક પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ
ટ્વિટર નિયમોને ટાંકીને ઘણી મોટી હસ્તીઓ અને પત્રકારોના એકાઉન્ટ સતત સસ્પેન્ડ કરી રહ્યું છે. ટ્વિટરે તાજેતરમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, સીએનએનના કેટલાક પત્રકારોના ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કર્યા છે. ત્યારથી ટ્વિટર પર જ મસ્કને લઈને અભિયાન છેડાઈ ગયું છે. યુઝર્સ કહી રહ્યા છે કે મસ્ક, જે પહેલા સ્પીચ ફ્રીની હિમાયત કરતા હતા, હવે તેમની ઈચ્છા મુજબ પોલિસી બદલી રહ્યા છે અને વિરોધ કરનારાઓના એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યા છે.