સુરત ના કાપોદ્રા વિસ્તારમાં આવેલ નવા બંધાતા બ્રિજ નીચે એક સિક્યુરિટી ગાર્ડ ની.લાશ મળી આવી હતી..જેથી લાશ નું પીએમ કરાતાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ મામલે લુંટ વિથ મર્ડર નો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જેમાં એક આરોપી ને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો.. સુરતમાં અવારનવાર હત્યાની ઘટના બની રહી છે.અનેકો એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં લાશ મળ્યા બાદ પીએમ કર્યા પછી જાણવા મળે છે કે મૃતકની હત્યા થઈ છે .આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તાર માં નવા બંધાતા બ્રિજ પાસે એક દિવસ પહેલા એક યુવક ની લાશ મળી આવી હતી .પોલીસે તપાસ કરતા યુવક સીક્યુંરીટી ગાર્ડ તરીક નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું .લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી .જોકે પીએમમાં માથા મા ઘા મારી હત્યા કરી હોવાનો ઘટસ્પોટ થયો હતો .પોલીસે હાલ કાપોદ્રા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી હતી જેમાં કાપોદ્રા પોલીસે લુંટ વિથ મર્ડરનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ ને સીસીટીવી માં બે શકમંદ નજરે પાડયા હતા..ઘટના ને પગલે.ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ આ તાપસ મા જોતરાઈ હતી..ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને બાતમી મળી.હતી કે હત્યા માં.સંડોવાયેલો દિપક ઉર્ફે બાવરી પાંડેસરા ના ગધા નગર વિસ્તાર માં ફરી રહ્યો છે..પોલીસે બાતમી ના આધારે આરોપી દિપક ઉર્ફે બાવરી ની.ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે દિપક અને તેનો સાગરીત સંતોષ ઉર્ફે ટીલ્લો રાઠોડ કાપોદ્રા વિસ્તાર માં ચોરી કરવા નીકળ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ મળતા તેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હતો તે માંગતા તેમને આપ્યો ના હતો તેથી બંને ઈસમો એ તેમને માથા ના ભાગે ફેટ મારી પુલ પર લઈ જઈ નીચે ફેંકી દીધા હતા અને મોબાઈલ ફોન ની.લૂંટ કરી ફરાર થઇ ગયા હતા..દિપક અગાઉ પણ અલગ અલગ પોલીસ મથક માં ત્રણ ગુનામાં ઝડપાઇ ચુક્યો છે..પોલીસે આ ઘટના મા લૂંટ વિથ મર્ડર નો ગુનો નોંધી બીજા સાગરીત સંતોષ ઉર્ફે ટીલ્લો રાઠોડ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે…

You missed