ભગવો રંગ જે સનાતન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ નો સદા વંદનીય રંગ છે જેનું ઘોર અપમાન થઈ રહ્યું છે તે બદલ આગામી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ની આગામી પિક્ચર પઠાણ નો સદંતર બહિષ્કાર ની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી. સવિનય સાથે જણાવવાનું કે આગામી બોલીવુડ પિક્ચર પઠાણ આવી રહ્યું છે
જેના મુખ્ય હીરો શાહરુખ ખાન છે અને અભિનેત્રી દીપિકા પાદુકોણે છે કે જે JNU ની ટુકડે ટુકડે ગેંગની સદસ્ય છે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન સાથે એક ફિલ્મી ગીત દર્શાવવામાં આવ્યું છે કે જેમાં ભગવા કલરના બિકીની અને વલગર કપડા પહેરી દીપિકા પાદુકોણે સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કરી રહી છે ગીતના શબ્દો પણ બે શર્મ રંગ એટલે કે ભગવો રંગ શરમ વગરનો છે આ જ તાત્પર્ય થાય તો આવા લોકોને સબક આપવો એ ભારતના દરેક હિન્દુ નાગરિકની ફરજ છે આવું હિન્દુ સંસ્કૃતિ સાથે જ કેમ કરવામાં આવે છે ?
હિન્દુસ્તાનમાં રહેવું હોય તો સનાતન સંસ્કૃતિનું સદા સન્માન કરવું પડશે અને આવી વલગર પિક્ચરો કે ગીતો કે જે સનાતન હિંદુ ધર્મ અને લોકોની લાગણી દુભાવનાર ફિલ્મ બહાર પાડનાર પ્રોડ્યુસર, ડાયરેક્ટર ,એક્ટર કે એક્ટ્રેસ કોઈપણ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.તેમજ સનાતન સંસ્કૃતિના ભગવા રંગ ઉપર જે આ બીભત્સ ચેનચાળા બતાવવામાં આવી રહ્યા છે
તેનો સદંતર વિરોધ ભારતની તમામ જનતા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ કરી રહ્યું છે હિન્દુ ઓ ની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે એ અનુસંધાને સરકારશ્રી ને નમ્ર વિનંતી કે આવા વલગર પિક્ચરોને ગુજરાતમાં કે ભારતના અન્ય રાજ્યોમાં ના ચાલવા દેવું જોઈએ અને સદંતર તેનો બહિષ્કાર થવો જોઈએ.