યુ.એન.એસ.સી.માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધમાં બિન સંસદીય ભાષાનો ઉપયોગ કરતા સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જ્વલંત કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.

 

ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે યુવા મોરચા તેમજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીના વિરોધમાં સુત્રોચાર કરવામાં આવ્યા હતા.અને વિરોધ પ્રદર્શન કરી પૂતળાદહન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પાટણ જિલ્લા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,

 

જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ,પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ જિલ્લા,તાલુકા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

વિરોધ પ્રદર્શન  : ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીના વિરોધમાં સુત્રોચાર કરાયા

પાટણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જ્વલંત કાર્યક્રમ આપાયા

પાટણ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

બગવાડા દરવાજા ખાતે પૂતળા દહન કરાયું

પાટણ જિલ્લા નિવાસી કલેકટરને આવેદન પત્ર આપાયું

પાયા

You missed