અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને સૂચના આપતા જીલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામના એક શખ્સને દેશી બનાવટની એક નાળ વાળી બે બંદૂક સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક શખ્સો જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા દેશી બંદુક માંથી ભડાકા કરવા માટે ઉપયોગમાં લેતા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતાં મેઘરજ તાલુકાના કાલીયાકુવા(ભેફળી) ગામના મોહન દલુ ડામોર નામના શખ્સ પાસે બંદૂક હોવાની બાતમી મળતા એસઓજી ટીમ તાબડતોડ બાતમી આધારીત મોહન ડામોરના ઘરે ત્રાટકી ઘરમાં રહેલી બે એક નાળ વાળી દેશી બંદૂક સાથે દબોચી લીધો હતો એસઓજી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતની બે બંદૂક જપ્ત કરી મોહન ડામોર સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કર્યવાહી હાથધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

You missed