નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનને લઈને પાણી ખાલી કરવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેમાં રૂપિયા 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનનું કામ શરૂ થવાનું છે પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવા માટે સરોવરનો પાળો તોડી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે તેમાં પણ મનપાના શાસકો ત્રણ ફૂટ પાણી ખાલી થયું હોવાનો દાવો કરે છે જીવદયાપ્રેમીઓ સાતથી આઠ ફૂટ પાણી ખાલી થયું હોવાનું કહે છે હજુ પણ બોટિંગવાળા કાંઠેથી પાણી ખાલી કરવા માટે પંપ વડે પાણી ઉલેચવામા આવી રહ્યું છે પાછળના કાંઠાનું પાણી આગળ તરફ ધકેલવામાં આવી રહ્યું છે તે પાણી આગળના ભાગેથી પાણી વહી જતું હોવાથી તે પાણી પાળા તરફ જતું હોય જેથી પાછળથી ધકેલેલુ પાણી ધીરે ધીરે પાળા મારફત બહાર નીકળી રહ્યું છે જે મુદ્દે જીવદયાપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે તેમ માછલીઓના મોત થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે જીવદયાપ્રેમીઓની વાત મુજબ મનપાના શાસકો કહે છે કે આગળના ભાગે કામ કરવાનું જ નથી પાછળ બોટિંગવાળા ભાગેથી કામ શરૂ કરવાનું છે તો હાલમાં જે પ્રકારે પાણી ઉલેચી આગળ ધકેલવામાં આવી રહ્યું છે તે મુજબ પાણી આગળ ધકેલી દીધું હોત તો ઓવરફ્લો મારફતે પાણી બહાર નીકળી જાત પરંતુ મનપાના શાસકોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ પાળો તોડી 7 થી 8 ફૂટ જેટલું પાણી ખાલી કરી માછલીઓના જીવ પર જોખમ ઊભું કરી દીધું છે મનપાના શાસકો હજુ પણ માછલીઓના સ્થળાંતર વિશે કોઈ વિચાર કરતા જ નથી અને પોતાના વિકાસના કામોમાં રચ્યાપચ્યા છે

You missed