છેલ્લા કેટલાક દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે ત્યારે આ કુદરતી પ્રક્રીયા છે તેમ રાધવજી પટેલે કહ્યું હતું. વળતરની વાતને લઈને હજુ સુધી એવા કોઈ અહેવાલ આવ્યા નથી. તેમ કૃષીમંત્રીએ કહ્યું હતું.
કૃષિ પ્રધાન બન્યા બાદ રાઘવજી પટેલ બીજી વખત ચાર્જ કૃષિમંત્રીનો સંભાળ્યા બાદ પ્રથમ વખત પોતાના માદરે વતન જામનગરની મુલાકાતે આવ્યા હતા. કૃષિમંત્રીના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ઢોલ નગારાના તાલે તેમજ ફૂલહાર પહેરાવી બહુમાન કરાયું હતું. ખાતર મામલે કહ્યું કે, અગાઉની સરખામણીએ અત્યારે કપાસના વળતરયુક્ત ભાવો મળી રહ્યા છે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું. કૃષિમંત્રી આ સિવાય કાર્યકરો, સમર્થકો અને શુભચિંતકોનો આભાર માની એકબીજાના સહકાર આપી આગળ વધતા રહીશું તેમ કહ્યું હતું.
બીજી તરફ હાલની માવઠાની સ્થિતિને લઈને કૃષિ પ્રધાનને વધુમાં જણાવ્યું હતું કે, હજુ સુધી નુકસાનીને લઈને કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી જો કોઈ અહેવાલ આવશે તો ચોક્કસ એ દિશામાં ધ્યાન આપવામાં આવશે. હાલ રાસાયણિક ખાતરની કોઈ અછત નહીં હોવાનો દાવો કર્યો છે. કેટલીક જગ્યાએ ખાતર પહોંચવામાં કદાચ વિલંબ થયો હશે પરંતુ ખાતરની અછત અત્યારે નથી તેમ તેમણે કહ્યું હતું.
રાજયના ખેતી નિયામકે જો કે ગઈકાલે જ જણાવ્યું છે કે, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે. રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી, ઉનાળુ ઋતુ માટે યુરિયા ૧૨.૫૦ લાખ મે.ટન, ડી.એ.પી. ૨.૫૦ લાખ મે.ટન, એન.પી.કે. ૨.૮૫ લાખ મે.ટન તથા એમ.ઓ.પી. ૬૦ હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે. તેમ તેમણે કહ્યું હતું. રવી ઋતુમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની ૭.૫૦ લાખ મે.ટન જરૂરિયાત સામે ૮.૭૧ લાખ મે.ટન, ડી.એ.પી. ૧.૮૦ લાખ મે.ટન સામે ૨.૪૯ લાખ મે.ટન, એન.પી.કે. ૧.૮૭ લાખ મે.ટન સામે ૨.૬૬ લાખ મે.ટન તથા એમ. ઓ.પી. ૪૬ હજાર મે. ટન સામે ૫૦ હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ.
રાઘવજી પટેલ કે જેઓ બીજી વખત કૃષિમંત્રી બન્યા છે. ત્યારે અગાઉ જ્યારે રુપાણી સરકારના વિસર્જન પછી ભૂપેન્દ્ર પટેલ સરકાર અસ્તિત્વમાં આવી હતી ત્યારે રાઘવજી પટેલ પણ મંત્રીમંડળમાં સામેલ થયા હતા ત્યારે ફરી એકવાર તેઓ કૃષિમંત્રી બન્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.