પતંગ રસિયાઓ ઘણા સમયથી જેની રાહ જોતા હતા તે પતંગોત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મકરસંક્રાતી આવી રહી છે ત્યારે તેને જોતા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પતંગોત્સવને લઈને તૈયારી તેજ કરી દેવામાં આવી છે. અગાઉ વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

અમદાવાદ સહીતના વિવિધ શહેરોમાં પતંગોત્સવ ઉજવવામાં આવશે. દેશ અને વિદેશથી પતંગોત્સવને લઈને પતંગ ઉડાવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવશે જ્યાં પતંગમહોત્સનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે.

ગુજરાતમાં 65 દેશોના લોકો પતંગ ઉડાવવા ગુજરાત આવશે. G-20 સમિટની થીમ પર ચાર શહેરોમાં ભવ્ય પતંગોત્સવ યોજાશે. રાજ્યમાં 8 જાન્યુઆરી 2023થી 14 જાન્યુઆરી 2023 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાઈટ ફેસ્ટિવલમાં ગુજરાતના જાણીતા કલાકારો પરફોર્મ કરશે. આ ઉપરાંત જાણીતી હસ્તીઓ પણ ભાગ લેશે.

પતંગપ્રેમીઓ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં પતંગ મહોત્સવની રાહ જોઈ રહ્યા છે. કોરોના પીરિયડ પછી પહેલીવાર સરકાર ગુજરાતમાં પતંગ મહોત્સવનું આયોજન કરવા જઈ રહી છે. કોરોના પીરિયડ પછી પ્રથમ વખત યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ રાખવામાં આવશે. જી-20 સમિટની 15 બેઠકો રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ યોજાવાની છે. અમદાવાદ, સ્ટેચ્યુ સહીતના સ્થળોએ પતંગમહોત્સવ યોજવામાં આવશે.

You missed