મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઘાટકોપરમાં પારેખ હોસ્પિટલ પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લાગી છે. આગ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર 8 ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આગના કારણે પારેખ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર દર્દીઓને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
એક પિઝા રેસ્ટોરન્ટમાં લાગી આગ
શનિવારે બપોરે વિશ્વાસ બિલ્ડીંગ પાસે એક પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ વધુ ફેલાઈ ગઈ. આગની જ્વાળાઓ જોઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પારેખ હોસ્પિટલમાંથી 22 દર્દીઓને ખસેડવામાં આવ્યા
કહેવામાં આવી રહ્યું છે કે આગનો ધુમાડો નજીકની પારેખ હોસ્પિટલ સુધી ગયો, જેના કારણે ત્યાં હાજર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ફાયર સર્વિસે જણાવ્યું હતું કે પારેખ હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.