દેશની રાજધાની દિલ્હી હવે ગુનાખોરીની રાજધાની પણ બનતી જોવા મળી રહી છે, શ્રદ્ધા હત્યાકાંડ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માણસાઈના સંબંધો છિન્નભિન્ન થતા જોવા મળી રહ્યા છે. ઘટના મંગોલપુરી વિસ્તારની છે, જ્યાં એક ભાઈએ હથોડી વડે પોતાના સગા ભાઈની હત્યા કરી દીધી. આ કિસ્સામાં હદ તો એ છે ભાઈની હત્યા કર્યા પછી તેની લાશને પલાંગની નીચે સંતાડીને હત્યારો બે દિવસ સુધી આ પલંગ ઉપર સૂતો રહ્યો. જ્યારે તેને મૃતદેહના નિકાલ માટે કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે તેણે પોલીસની સામે જઈને કબૂલાત કરી લીધી. હવે પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

લલિત કુમાર નામનો વ્યક્તિ દિલ્હીના બહારના મંગોલપુરી વિસ્તારના મંગોલપુરી પોલીસ સ્ટેશન આવ્યો. તેણે કહ્યું કે તેણે તેના ભાઈ જયકિશનની હત્યા કરી દીધી છે. મૃતકની ઉંમર 23 વર્ષની હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે લાશને પાર્કમાં ફેંકી દીધી છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લલિતના ભાઈ જય કિશનની લાશ ચાદરમાં લપેટાયેલી મળી આવી. આરોપીએ આગળ કેટલીક ચોંકાવનારી વાતો જણાવી હતી. તેણે જણાવ્યું કે તેનો ભાઈ જયકિશન (મૃતક) ડ્રગ્સનો વ્યસની હતો અને પરિવાર સાથે ઝઘડો કરતો હતો. તેણે માતા પર હાથ પણ ઉપાડ્યો હતો. જેના કારણે 13 ડિસેમ્બરે તેણે તેના ભાઈના માથામાં હથોડી વડે હુમલો કરી લાશને ઘરના પલંગ નીચે સંતાડી દીધી.

એટલું જ નહીં, તેણે તેના પિતા સાથે મળીને લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. જેના કારણે તેણે લાશને લગભગ 2 દિવસ સુધી ઘરમાં છુપાવીને રાખી. તે એ જ પલંગ પર સૂતો હતો, જેની નીચે તેને લાશને સંતાડી હતી. તે એક ચાકુ પણ લાવ્યો હતો. જો કે, જ્યારે તે લાશને ઠેકાણે ન લગાવી શક્યો ત્યારે તેણે લાશને ચાદરમાં લપેટીને પાર્કમાં ફેંકી દીધી હતી અને પોલીસને જઈને બધું કહી દીધું. પોલીસે આરોપી લલિત અને તેના પિતા ઓમપ્રકાશની ધરપકડ કરી લીધી છે. હથોડી અને ચાકુ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ચાકુ લાવવાનો હેતુ લાશના ટુકડા કરવાનો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

You missed