અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં તાજેતરમાં લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ આ અંગે કટાક્ષ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને બીજેપીને પૂછ્યું છે કે શું તેને ‘ફ્રીની રેવડી’ સમજવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે ‘વોશિંગ્ટન ડીસીએ જાહેર પરિવહનને મફત કરી દીધું છે. શું તેને ‘ફ્રીની રેવડી’ સમજવી જોઈએ? ના. તેના નાગરિકો પર વધારાના ટેક્સનો બોજ નાખ્યા વિના મફતમાં જાહેર સેવાઓ પૂરી પાડવી એ પ્રમાણિક અને સંવેદનશીલ સરકાર દર્શાવે છે, જે પૈસા બચાવે છે અને તેના લોકોને સુવિધાઓ પૂરી પાડે છે.’

અહેવાલ મુજબ, વોશિંગ્ટન ડીસી આગામી ઉનાળાથી તમામ રૂટ પર હંમેશા માટે મફત બસ રાઇડ ઓફર કરશે અને બોસ્ટન અને ડેનવર જેવા અન્ય મોટા શહેરોમાં પણ તેનું અનુકરણ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે વોશિંગ્ટન ડીસીની સિટી કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપમાં ફ્રી રેવડી કલ્ચરને લઈને બબાલ થઈ હતી. જુલાઈમાં ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ‘રેવડી કલ્ચર’ ને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મફત યોજનાઓનું વચન આપીને લોકો પાસેથી વોટ માંગવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ દેશના વિકાસ માટે ‘અત્યંત જોખમી’ હોઈ શકે છે. તે જ દિવસે અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને જવાબ આપતા કહ્યું કે જનતાને મફત અને સારી સેવાઓ આપવી એ ફ્રી રેવડી નથી.

You missed