મોરબીના નાની વાવડી નજીક કારે બે બાઈકને ઠોકર મારી, પિતા,પુત્ર સહીત ત્રણને ઈજા
મોરબીના નાની વાવડી ગામ પાસેથી પસાર થતી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે બાઈકને ઠોકર મારતા બંને બાઈકમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
મોરબીના આનંદનગર પાસે રહેતા કિરીટભાઈ નાથુભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૧૨ ના રોજ તેઓ પોતાની ઇલેક્ટ્રિક બાઈક લઈને નાની વાવડી ગામે મંડપ સર્વિસ વાળા મહેશભાઈને પૈસા આપવા ગયા હોય અને ત્યાંથી પરત આવતી વેળાએ વાવડી રોડ સ્વામીનારાયણ મંદિર સામેથી જતા હોય ત્યારે અજાણ્યા કાર ચાલકે અન્ય બાઈક સાથે અથડાવી પછી ફરિયાદીના સ્કૂટરને ઠોકર મારી હતી જેથી ફરિયાદી કિરીટભાઈ ચાવડાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ભાનમાં આવતા ફરિયાદીના પુત્રએ તેને જણાવ્યું હતું કે કાર ચાલકે અન્ય બાઈકને ઠોકર મારી હતી જેમાં હમીરભાઈ મેપાભાઈ પીઠમલ અને તેનો દીકરો કાનાભાઈને ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે