ગુજરાતમાં ફરી હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં કમોસમી હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં પણ કેટલાક ભાગોમાં આ અસર થયેલી જોવા મળી રહી છે. ખાસ કરીને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વાતાવરણની અંદર પલટો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં આ જિલ્લામાં માવઠું 
ભા, ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે અગાઉ અમરેલી સહીતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશમાં હળવો વરસાદ 
ભરુચ અને આણંદમાં હળવા કમોસમી વરસાદની સંભાવના છે અગાઉ વલસાડ સહીતના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ આગામી 24 કલાકની અંદર હવામાન વિભાગની અસર જોવા મળી શકે છે.

2 દિવસ બાદ ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2થી 3 ડીગ્રી તાપમાન ઘટી શકે છે, કમોસમી વરસાદ આગામી દિવસોમાં પડવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ત્યારે ઠંડીનું જોર પહેલા કરતા વધશે. 2થી 3 ડીગ્રી ઠંડીનો પારો નીચે આવશે.

You missed