મધ્યપ્રદેશના ખરગોનમાં માતાએ 9મા ધોરણમાં ભણતા દીકરાને મોબાઈલ સ્કૂલમાં લઈ જવાની ના પાડી તો પુત્રએ આત્મહત્યા કરી લીધી. વાસ્તવમાં, ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિલોમીટર દૂર બરવાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજેશ શર્માનો 13 વર્ષીય દીકરો પ્રકાશ 4 દિવસ પહેલા પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ તે શાળાએ પહોંચ્યો ન હતો. તે 9મા ધોરણનો વિદ્યાર્થી હતો.

પ્રકાશ અર્ધવાર્ષિક પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ તે શાળાએ પહોંચ્યો ન હતો અને ચાર દિવસ પછી તેની લાશ ટ્રેક પર પડેલી મળી આવી હતી. જાનવરોના પીંખી નાખવાને કારણે મૃતદેહ વિકૃત થઈ ગયો હતો. પ્રકાશના પરિવારજનોને આ વાતની જાણ થતાં જ આખા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

PWD વિભાગમાં પટાવાળા રાજેશ શર્માનો 13 વર્ષીય દીકરો પ્રકાશ 4 દિવસ પહેલા પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. જ્યારે પ્રકાશ ઘરની બહાર નીકળતી વખતે મોબાઈલ લઈને જવા લાગ્યો ત્યારે તેની માતાએ તેને શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડી દીધી, ત્યારબાદ તે ગુસ્સામાં ખાધા વિના અને વાત કર્યા વિના ઘરેથી નીકળી ગયો.

પ્રકાશના ગુસ્સાવાળા સ્વભાવને કારણે જ્યારે તેની માતા તેને મોબાઈલ આપવા બપોરે 12 વાગે સ્કૂલે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે પ્રકાશ સ્કૂલે જ પહોંચ્યો નથી. 4 દિવસ સુધી પરિવારજનો તેમના દીકરાને શોધતા રહ્યા પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

દીકરો ન મળતાં પ્રકાશના પિતાએ બરવાહ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ સતત તેની શોધમાં લાગી હતી. 4 દિવસ બાદ રેલ્વે બ્રિજ પાસે મૃતદેહ મળી આવતાં તેના પરિજનોને જાણ કરવામાં આવી હતી.

પ્રકાશના મામા તેની ઓળખ કરવા પહોંચ્યા પરંતુ મૃતદેહની હાલત જોઈને તેમણે ઓળખવાની ના પાડી દીધી. પોલીસે બીજા દિવસે ફરી પ્રકાશના પિતાને ફોન કર્યો અને તેની ઓળખ કરવા કહ્યું. પ્રકાશના કપડાં જોઈને તેના પિતાએ પુષ્ટિ કરી.

પુત્રનો મૃતદેહ જોઈને પિતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તે રડતા રડતા કહેતા હતા કે તેમણે દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી, પરંતુ મોબાઈલ સ્કૂલ લઈ જવાની જીદ પર ના પાડી તો તેણે તેના માતા-પિતાને આટલી મોટી સજા આપી દીધી. અમારું બધું બરબાદ થઈ ગયું.

You missed