ગઈકાલે પીએમ મોદી બાદ આજે અમિત શાહે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે. અમદાવાદના ઓંગણજ ખાતેના પરીસરની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલથી લઈને અન્ય નામી હસ્તીઓ પણ પહોંચી છે ત્યારે મોટા બિઝનેસમેન પણ આજે શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપવા માટે પહોંચશે. ગૌતમ દાણીથી લઈને કરશન પટેલ અને પંકજ પટેલ સુધીના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે.

આજે આ વીઆઈપી આવશે 
અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી
ગૌતમ અદાણી, અદાણી ચેરમેન
પરિમલ નથવાણી, રીલાયન્સ ઈન્ડ, ડીરેક્ટર
જીએસ રાવ, જીએમઆર ગ્રુપ ચેરમેન
કરશનભાઈ પટેલ, નિરમા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન
ટીએસ કલ્યાણ, કલ્યાણ જ્વેલર્સ ચેરમેન
પંકજ પટેલ, ઝાયડસ ચેરમેન
સુધીર મહેતા, ટોરેન્ટ ગ્રુપ ચેરમેન
દિલીપ સંઘવી – સનફાર્મા એમ.ડી.
વિજય મુંજાલ, હિરો એક્સપોર્ટસ અને હિરો ઈલે.ચેરમેન

આવતી કાલે બિઝનેસ લીડરશિપ કોન્ફરન્સ યોજાશે 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 16 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી બિઝનેસ લીડરશીપ કોન્ફરન્સ યોજાશે. જેમાં ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો પ્રેરક પ્રવચનો આપશે. કાર્યક્રમ સવારે 8 કલાકે શરૂ થશે. તેમાં દીપક પારેખ, ચેરમેન, HDFC, CA નિલેશ શાહ, મેનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની, ગોવિંદ ધોળકિયા, સ્થાપક અને ચેરમેન, રામકૃષ્ણ એક્સપોર્ટ્સ, ડૉ. શર્વિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ઝાયડસ લાઇફ સાયન્સ અને અર્જુન હાંડા, ચેરમેન, ક્લેરિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડો.જ્ઞાન વત્સલ સ્વામીનું પ્રેરણાત્મક ઉદબોધન પણ રહેશે.

You missed