મેંદરડા વિધાનસભા ક્ષેત્ર નું વંથલી તાલુકો જ્યાં નગરપાલિકા માં ચીફ ઓફિસર તરીકે ફરજ બજવતા અધિકારી ની બદલી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કારણ કે આ તમામ કામગીરી સોંપવામાં આવેલી હોય જે પૂર્ણ ન થતા કોંગ્રેસ પક્ષના ઈરફાન ભાઈ દ્વારા ચીફ ઓફિસરની બદલી થાય તેવી એક માંગણી કરવામાં આવી છે અગાઉ પણ સામાન્ય સભા બોલાવ્યા બાદ જેમાં નિર્ણય કરાયો હોય કે આ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે પરંતુ આ નિર્ણયનો ઉલાળીયો કરી હજુ સુધી આ ઓફિસર સામે કોઈપણ જાતના પગલાં ન લેવામાં આવતા વંથલી નગરપાલિકાના સતાધીશ અને કોંગ્રેસ પાર્ટીના ઈરફાનભાઇ દ્વારા ગાંધીનગર ખાતે અગ્ર સચિવ સહિતનાઓને પત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે હાલ મેંંદરડા વિધાનસભા હેઠળ આવતા વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને તેની અન્ય સ્થળ પર બદલી કરી તેમની જગ્યાએ અન્ય ચીફ ઓફિસર ની નિમણૂક થાય તેવી માંગણી કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવી છે અને વહેલી તકે આ નિર્ણય કરવામાં આવે તેવી માંગણી કરાય