7 ડિસેમ્બરથી ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રનો આજે 7મો કાર્યકારી દિવસ છે. ચીન સાથે ટકરાવના મુદ્દે ફરી એકવાર બંને ગૃહોમાં વિપક્ષી દળોનો હોબાળો ચાલી રહ્યો છે. તમામ સાંસદો ચર્ચાની માંગ પર અડગ છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી સહિત અનેક નેતાઓએ આ મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે. આ સિવાય સંસદીય પેનલે કોમ્પિટિશન લો એમેન્ડમેન્ટ બિલમાં ફેરફાર સૂચવ્યા છે.

આ પહેલા ભારત-ચીન વિવાદ અને અન્ય મુદ્દાઓ પર સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે વિપક્ષી નેતાઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખજગેની ચેમ્બરમાં બેઠક કરી હતી.

વિરોધ પક્ષોના નેતાઓએ સંસદના બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું

વિપક્ષી સભ્યોએ બુધવારે તવાંગ અથડામણ સહિત વિવિધ મુદ્દાઓના વિરોધમાં સંસદના બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહની બેઠક મળતાની સાથે જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દા ઉઠાવવા માંગતા હતા. ડીએમકેના નેતા ટીઆર બાલુ સહિતના સભ્યો ગૃહમાં કયા મુદ્દા ઉઠાવવા માગે છે તે તરત જ સ્પષ્ટ થયું ન હતું.

ભારત-ચીન વિવાદ પર સંસદમાં વ્યાપક ચર્ચા જરૂરીઃ મનીષ તિવારી

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, એપ્રિલ 2020થી ભારત અને ચીન વચ્ચેના તણાવ પર સંસદમાં એકવાર પણ ચર્ચા થઈ નથી. આપણા બહાદુર સૈનિકો ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, પરંતુ ચીન સરહદ પર તણાવ કેમ વધારી રહ્યું છે તેના પર સંસદમાં વ્યાપક ચર્ચાની જરૂર છે. તેથી જ મેં ગઈ કાલે પણ કામકાજ અટકાવવાની દરખાસ્ત આપી હતી અને આજે પણ મેં કામકાજ અટકાવવાની દરખાસ્ત આપી છે અને આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ.

You missed