જયારે પણ આપણે વિશ્વના સૌથી ધનિકો વિશે વાત કરીએ ત્યારે આપણા મનમાં એક સવાલ જરૂર આવે કે આ બધામાંથી દુનિયાની સૌથી ધનિક મહિલા કોણ હશે? તો જાણી લઈએ કે દુનિયાની સૌથી અમીર મહિલા કોણ છે? તમે L’Oreal નું નામ તો સાંભળ્યું જ હશે અને શક્ય છે કે તેની કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સ તમારા ઘરમાં પડી પણ હોય. ખરેખર અહીં વાત થઈ રહી છે ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ વિશે, જે L’Oréal સ્થાપકની પૌત્રી છે અને હાલમાં તેમની નેટ વર્થ 74.6 બિલિયન ડોલર્સ છે. જણાવી દઈએ કે ફ્રાન્કોઈસને L’Oréal માંથી જ બધી આવક થાય છે અને તેના આધારે જ ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા છે.
વિશ્વની સૌથી ધનિક મહિલાઓ
ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ પછી, બીજા નંબરે વોલમાર્ટના સ્થાપકની પુત્રી એલિસ લુઈસ વોલ્ટન છે. જેની નેટ વર્થ 60.9 બિલિયન ડોલર છે. જયારે ત્રીજા નંબર પર જુલિયા કોચનું નામ આવે છે, જે 58 બિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.
જણાવી દઈએ કે ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સની માતા પણ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચુકી છે. જોકે ફ્રાન્કોઈસની માતા લિલિયાન બેટનકોર્ટનું સપ્ટેમ્બર 2017માં 94 વર્ષની વયે અવસાન થયું હતું અને હવે ફ્રાન્કોઈસે વિશ્વની સૌથી અમીર મહિલાની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
જો કે વિશ્વની સૌથી ધનિક મહિલા બનતા પહેલા, ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સે L’Oréal કંપનીમાં પોતાનો અધિકાર મેળવવા માટે તેની માતાના નજીકના મિત્ર સાથે કાનૂની લડાઈ લડવી પડી હતી અને પછી તે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર બની શકી. કંપનીના કર્મચારીઓનું માનવું છે કે મેયર્સ કંપનીના કામ પર ખૂબ ધ્યાન આપે છે અને તેના કારણે કંપની નફો કમાઈ રહી છે.