શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ખંભાતના સાસરિયા સામે ફરિયાદ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ખંભાત ખાતે રહેતા સાસારિયા પક્ષના પતિ, સાસુ, દિયર તેમજ કાકાજી સસરા સામે માનસિક ત્રાસ આપ્યાની તેમજ પતિએ પુત્ર નહીં થતા વાઝણી જેવા મેણા માર્યાની ફરિયાદ નોંધાવી હતી. પરમાર અને કાકાજી સસરા કનુભાઈ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેણીના લગ્નને છ વર્ષ થયા છે, સંતાનમાં બે દિકરીઓ છે. ચિત્રા તપોવન સ્કૂલની પાછળ એસ.ટી. સોસાયટીમાં રહેતા શિતલબેન ભાયાભાઈ પરમાર (ઉ.૨૨)એ ખંભાત રહેતા તેના પતિ નિતીનભાઈ ભુપેન્દ્રભાઈ પરમાર, સાસુ ચંપાબેન, દિયર આકાશભાઈ પરંતુ દિકરો નહીં થતા વાઝણી જેવા મેણા ટોણા મારીને પતિ મારકુટ કરતો હતો. તેમજ ગર્ભવસ્થા સમયે સાસુ ગર્ભપાત કરાવવાનું કહેતા હતા. નશો કરીને આવતા પતિ નિતીન દ્વારા વારંવાર ગાળો આપીને માથાકુટ કરીને મારકુટ કરાતી હતી. આ અંગે ચારેય સામે મહિલા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. . તેમજ ગર્ભવસ્થા સમયે સાસુ ગર્ભપાત કરાવવાનું કહેતા હતા. નશો કરીને આવતા પતિ નિતીન દ્વારા વારંવાર ગાળો આપીને માથાકુટ કરીને મારકુટ કરાતી હતી. આ અંગે ચારેય સામે મહિલા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.