બાંકડા ઉપરથી ઉભા થઈ જવાનું કહીં યુવાનને માથામાં છરી મારી બોટાદમાં ઇંડાની લારીએ બાંકડા ઉપરથી ઉભા થઈ જવાનું કહી યુવાનને માથામાં છરી મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. બોટાદ પોલીસના જણાવ્યા પ્રમાણે બોટાદ પાવર હાઉસ પાસે પરામાં રહેતા અને ગરમ મસાલાનો વેપાર કરતાં સિકંદરભાઈ અબુ ભાઈ સેલત (ઘાંચી,ઉવ-૩૫) શહેરના અવેડા ગેટ પાસે, કન્યાશાળા સામે, રાજુભાઈ ઇંડાવાળાની લારીએ ઇંડાનું શાક ખાવા ગયેલ ત્યારે આ લારીએ ઇંડા ખાવા અનીશભાઈ મુબા રકભાઈ મૂળિયા ઉર્ફે કિટની (રહે, બોટાદ મહમદનગર) ત્યા આવ્યો હતો. તેણે સિકંદરને અહીંથી ઉભો થઈ જા તેમ કહીં જેમ જ્ઞવે તેમ ગાળો દઈને નેક્ષમાંથી છરી કાઢીને ફરિયાદીને માથામાં મારી હતી અને મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ- ૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(૨) જીપીએકટ -૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. . આમ આ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ- ૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(૨) જીપીએકટ -૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. .

You missed