ચૂંટણીના પરિણામ મુજબ જુનાગઢ જિલ્લાની મતગણતરી માટે 99 રાઉન્ડ યોજાયા હતા. જુનાગઢ બેઠક માટે 21 રાઉન્ડમાંથી માત્ર બે રાઉન્ડમાં જ કોંગ્રેસના ભીખાભાઈ જોશીને લીડ મળી હતી જ્યારે 19 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયાને વધુ મત મળ્યા હતા માંગરોળના 17 રાઉન્ડમાંથી પ્રથમ ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજા આગળ હતા ત્યારબાદ ચોથા રાઉન્ડમાંથી 14 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાને વધુ લીડ મળતી રહી હતી વિસાવદર ના 22 રાઉન્ડના અંતે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું પ્રથમ સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા આગળ રહ્યા હતા બાકીના 15 રાઉન્ડમાં આપના ઉમેદવાર ભુપત ભાયાણી સતત આગળ રહ્યા હતા કેશોદની મતગણતરી માટે 19 રાઉન્ડ યોજાયા હતા જેમાંથી કુલ છ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ચોટવાને લીડ મળી હતી બાકીના 13 રાઉન્ડમાં ભાજપના દેવાભાઈ માલમને લીડ મળી હતી માણાવદરની મતગણતરી માટે કુલ 20 રાઉન્ડ યોજાયા હતા જેમાં 11 રાઉન્ડમાં કોંગ્રેસના અરવિંદભાઈ લાડાણીને વધુ મત મળ્યા હતા જ્યારે ભાજપના જવાહરભાઈ ચાવડાને 9 રાઉન્ડમાં લીડ મળી હતી આમ આ બેઠક પર સતત રસાકસી રહી હતી

You missed