જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી થતાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ ગયું છે ત્યારે જિલ્લામાં કુલ 9986 મતદારોને કોઈપણ પક્ષના ઉમેદવાર પસંદ પડ્યા ન હતા અને તેઓએ કોઈ રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાના બદલે નોટામાં મત આપ્યો હતો જિલ્લામાં માંગરોળ બેઠક પરથી સૌથી વધુ 2932 મત જ્યારે જુનાગઢ બેઠક પર 2002 માણાવદર બેઠક પર 1568 કેશોદ બેઠક પર 1719 અને વિસાવદર બેઠક પર 1765 મત નોટામાં પડ્યા હતા. જેમાં માંગરોળ બેઠક પર 2932 માંથી 1181 પોસ્ટલ મત નોટામાં પડ્યા હતા. જ્યારે જૂનાગઢમાં 43 માણાવદરમાં 11 કેશોદમાં 13 અને વિસાવદર બેઠકમાં 11 પોસ્ટલ મત નોટામાં પડ્યા હતા જ્યારે પાંચે વિધાનસભા બેઠક પર કુલ 1199 પોસ્ટલ મત રદ થયા હતા. જેમાં જુનાગઢ બેઠક પર સૌથી વધુ 518 માણાવદરમાં 212 વિસાવદરમાં 165 માંગરોળમાં 133 અને કેશોદ વિધાનસભા બેઠક પર 117 પોસ્ટલ મત રદ થયા હતા જિલ્લામાં પાંચય વિધાનસભા બેઠક પર કુલ 904 પોસ્ટલ મત થયા હતા. તેમાંથી 518 માં જુનાગઢ વિધાનસભા બેઠકના જ હતા

You missed