ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી. આર. પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના
ડેલીગેશન સાથે મહામહીમ રાજ્યપાલ સમક્ષ સરકારની રચના કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
ભૂપેન્દ્રભાઇ પટેલ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ૧૫મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યઓની પક્ષના નેતાની વરણી કરવા માટે એક બેઠક મળી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદની નીતિ ઉપર રાજ્યની જનતા જનાર્દને મંજુરીની મહોર મારી છે. આગામી સમયમાં રાજ્ય સરકારની રચના બાદ ગુજરાત રાજ્યને વિશ્વની હરોળમાં વધુ તેજ ગતિથી મૂકવા માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે.
ભૂપેન્દ્રભાઇ પટેલ એ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ જનતા જનાર્દનનો ભરોસો તૂટે નહીં તેની કાળજી રાખી છે અને સાથોસાથ વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ જનતા સમક્ષ રાખેલ સંકલ્પ પત્ર રૂપી દસ્તાવેજમાં જણાવેલ તમામ મુદાઓ રાજ્ય સરકાર માટે અગ્રીમ સ્થાને રહેવાના છે.
આજે ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી. આર. પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ડેલીગેશન સાથે મહામહીમ રાજ્યપાલ સમક્ષ સરકારની રચના કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી.