પોરબંદર શહેરમાં તથા સોશિયલ મીડિયાના માધ્યમથી બહારના દાતાઓ પાસેથી દાન એકત્ર કરવાની કામગીરી શરૂ થઇ છે ત્યારે સુદામા મંદિરના મહંતે આ અંગે મામલતદારનું ધ્યાન દોરીને મંદિરના કોઈ પુજારીઓ દ્વારા નહી પરંતુ બહારની અન્ય વ્યક્તિ દ્વારા સુદામાજીના પ્રસાદરૂપે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવતું હોવાનું જણાવી સુદ્ઘમાજીના ભક્તો ગેરમાર્ગે દોરાતા હોવાનો આક્ષેપ કરી યોગ્ય કરવા માંગ કરી છે.

સુદામાપુરીના સુદામા મંદિરના પુજારી મહંત શ્રી કમલદાસ રામાવતે સુદામામંદિરના વહીવટદાર એવા મામલતદારનું ધ્યાન દોરીને જણાવ્યું છે કે,પોરબંદરના સુામામંદિર ખાતે હજારો ભક્તો દરરોજ દર્શનાર્થે આવે છે. જેમાં બહારના યાત્રાળુઓની સંખ્યા નોધપાત્ર હોય છે.અન્ય રાજ્યની તથા ગુજરાતના અન્ય જીલ્લાની યાત્રાળુ બસો હાલમાં મોટી માત્રામાં સુદામાજીના દર્શનાર્થે યાત્રાળુઓને લઈને આવે છે અને સુદામામંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેમજ સુદામાજીના પ્રસાદરૂપે પૌવાની પ્રસાદી આપવામાં આવે છે.પરંતુ તાજેતરમાં પોરબંદરની એક સંસ્થા દ્વારા સુામાજીના પ્રસાદરૂપે નિઃશુલ્ક ભોજન અન્નાન મહાદાનના શીર્ષક નીચે સૂચિત અન્નક્ષેત્ર માટે દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે અને પ્રત્યક્ષરૂપે પોરબંદર ખાતે રહેતા દાતાઓ પાસેથી તેમજ દેશ- વિદેશના દાતાઓ પાસેથી સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ મોટી રકમ એકત્ર કરવામાં આવી છે અને હજુ ાનની સરવાણી ચાલુ જ છે ત્યારે સ્પષ્ટતા કરતા મંદિરના મહંત કમલદાસ રામાવતે એવું જણાવ્યું છે કે,સુદામાજીના પ્રસાદરૂપે વિનામૂલ્યે ભોજન જેવા શબ્દથી ઘણા ભક્તો અને દ્યતાઓ ગેરમાર્ગે ઘેરાઈ રહ્યા છે કારણકે સુદમામંદિર દ્વારા આ રીતે ફંડ એકત્ર કરવામાં આવતું નથી પરંતુ હળતુ-ભળતુ નામ હોવાથી સુામામંદિર પ્રસાદીની વ્યવસ્થા થઇ હોવાનું માનીને ઘણા લોકો દાન આપી રહ્યા છે તો અસંખ્ય લોકો સુદમા મંદિરે આવીને અન્નક્ષેત્ર શોધતા નજરે ચડે છે.વાસ્તવમાં જે સંસ્થા દ્વારા અન્નક્ષેત્રના નામે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે સુદામા મંદિરને કોઈપણ પ્રકારનો સબંધ નથી તેમ જણાવીને મહંત કમલાસે તેના વિષે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોનું ધ્યાન દોરીને જણાવ્યું છે કે,સુમાજીના નામનો ઉલ્લેખ થતો હોવાથી ભક્તોએ ગેરમાર્ગે ઘેરાવવું જોઈએ નહી.તેમણે વધુમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અગત્યનો સંદેશો વાયરલ કરીને જણાવ્યું છે કે,સુદામાજીને લગતા દાન દક્ષિણા બાબતે ભળતા નામથી છેતરાવું નહી તેમણે વધુમાં ઉમેર્યું છે કે,જો ખરેખર નિ:શુલ્ક ભોજન આપવું જ હોય તો પહેલાં અન્ય અન્નક્ષેત્ર ચાલે છે એમ પહેલાં ચાલુ કરી અને પછી ત્યાં દાન ઉઘરાવે તો યોગ્ય કહેવાય.સુદામાએ પોતે ભગવાન આખી જિંદગી કશું માંગ્યું કૃષ્ણ પાસે ના હતું.પોરબદરમાં તેરથી વધુ અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે.

You missed