આ પૈકી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા અને દેવાભાઈ માલમ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને બાબુભાઈ વાજાના ભાવિનો આજે મતદારોએ કરેલા નિર્ણયથી ફેંસલો થશે જ્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભગવાનજીભાઈ કરગઠિયાનું પણ ભાવી આજે નક્કી થશે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અન્ય અને અપક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો જેમાં માણાવદર બેઠક પર 2.48 લાખ મતદારોમાંથી 1.52 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જુનાગઢ બેઠક પર 2.87 લાખ મતદારોમાંથી 1.60 લાખ મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો છે વિસાવદર બેઠક પર 2.59 લાખમાંથી 1.45 લાખ મતદારોએ મતદાન કર્યું છે કેશોદમાં 2.46 લાખ મતદારોમાંથી 1.52 લાખ મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો છે જ્યારે માંગરોળ બેઠક પર 2.30 લાખ મતદારોમાંથી 1.46 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે માણાવદર બેઠક પર ભાજપમાંથી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી અરવિંદભાઈ લાડાણી આપમાંથી કરસનબાપુ ભાદરકા જુનાગઢ બેઠક પર ભાજપમાંથી સંજયભાઈ કોરડીયા કોંગ્રેસમાંથી ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને આપમાંથી ચેતન ગજેરા વિસાવદર બેઠક પર ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી કરસનભાઈ વડોદરિયા અને આપમાંથી ભુપત ભાયાણી વચ્ચે જંગ છે