સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે બહુમતીથી અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી જીત મેળવી હતી. ગત વખતે તેમને 2017માં ભારે બહુમતી સાથે જીત મેળવી હતી ત્યાર બાદ ફરી એકવાર તેમને તેમનો જ રેકોર્ડ તોડ્યો છે.  CM ભૂપેન્દ્ર પટેલને 2017માં 1.17 લાખથી વઘુ મતો મળ્યા હતા ત્યારે આ વખતે તેમને 1 લાખ 91 હજાર જેટલા મતોથી જીત મેળવી છે. તેઓ 12 ડીસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ ગાંધીનગરમાં લેશે બીજીવાર તેઓ મુખ્યમંત્રી બનશે. આ જ સીટ પરથી અગાઉ આનંદીબેન પટેલ જીત્યા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર બોદી બાદ બન્યા હતા ત્યારે ફરીથી આ જ સીટે મુખ્યમંત્રી આપ્યા છે.

અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસે જીતી છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઈમરાન ખેડાવાલા જીત્યા છે. 14 વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જેમાં પૂર્વમાં અસારવા, ઠક્કરબાપાનગર, દરિયાપુરમાંથી ઉમેદવારો જીતી ચૂક્યા છે. આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

તેઓ 1 લાખ 91 હજાર મતોથી જીત્યા છે. આ રીતે ભાજપે 19 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. આમ 21 વિધાનસભા બેઠકો પર ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો ત્યારે આ મતો પણ ભાજપને આ વખતે ફળ્યા છે અને ભાજપે અમદાવાદ જિલ્લામાં મોટી જીત હાંસલ કરી છે.

ઘાટલોડીયા બેઠક પર સૌ કોઈની નજર હતી કેમ કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે અહીંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મત ગણતરીમાં તેઓ પહેલાથી જ આગળ ચાલી રહ્યા હતા. કોંગ્રેસે તેમના સામે અમી યાજ્ઞીકને ઉભા રાખ્યા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની ભારે બહુમતી સાથે જીત થઈ છે.

You missed