વર્લ્ડ ટૂર ફાઇનલમાં ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતનો સ્ટાર શટલર એચ.એસ. પ્રણય હારી ગયો. પ્રણયને બુધવારથી શરૂ થયેલી વર્લ્ડ ટૂર ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની તેની પ્રથમ ગ્રુપ મેચમાં જાપાનના કોડાઈ નારોકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વમાં 12માં ક્રમાંકિત ભારતીય ખેલાડીએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ બીજી ગેમમાં પુનરાગમન કર્યું હતું. જોકે, તે કોડાઈ સામે એક કલાક સુધી ચાલેલા યુદ્ધમાં 11-21, 21-9, 17-21થી હારી ગયો હતો.

કોડોઈ સામે પ્રણોયની આ સતત બીજી હાર છે. આ પહેલા તે આ વર્ષે જુલાઈમાં સિંગાપુર ઓપનમાં કોડાઈ સામે પણ હારી ગયો હતો. પ્રણોયે કહ્યું, “મેં રમતના મોટા ભાગના ભાગ પર નિયંત્રણ રાખ્યું હતું પરંતુ ત્રીજી ગેમમાં 15-15 પછી મેં કેટલીક ભૂલો કરી હતી. મારે અહીં ધીરજ રાખવી જોઈતી હતી. પ્રણયનો આગામી ગ્રુપ મુકાબલો ચીનના લુ ગુઆંગ ઝુ સામે થશે. પ્રણય આ વર્ષની શરૂઆતમાં ફ્રેન્ચ ઓપનમાં ઝુ સામે હારી ગયો હતો.

પ્રણય એ પુરુષ ટીમનો ભાગ હતો જેણે આ વર્ષે ભારત માટે થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે તે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં જ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

You missed