ફ્રેડી…2 કલાકની એક મજા પડે એવી (થોડી) સાઇકોપેથ થ્રિલર મુવી. કાર્તિક આર્યન હાલ ખુબજ ડિમાન્ડ છે બોસ અને કેમ એ તેની ફિલ્મ ફ્રેડી જોઈને અંદાજો આવી જશે. ખુબજ શરમાળ, એકલો, લગ્ન કરવા ડિસ્પરેટ, ઇન્ટ્રોવર્ટ, નર્વસ પારસી ડેન્ટિસ્ટ ડૉ. ફ્રેડી ગીનવાલા જેની ઉંમર હવે લગ્ન કરવાની થઈ ચૂકી છે અને છોકરીઓ જોવાનું ચાલી રહ્યું છે અને તેવામાં તેની મુલાકાત કૈનાઝ સાથે થાય છે, કૈનાઝ ખૂબ જ એમ્બિશિયસ છોકરી છે જેને પોતાનું બુટિક રેસ્ટોરન્ટ ખોલવું છે. જોકે તેના ઘરવાળા રુસ્તમનું પણ એક સરસ ચાલતું રેસ્ટોરન્ટ છે. પણ રુસ્તમ એક હિંસક પતિ છે જે દારૂ ઢીંચીને તેની ઘરવાળીને ખૂબ મારે છે જેથી પોતાના લગ્ન જીવનથી ત્રસ્ત થઈ ચૂકી છે. બસ એક અબલા પરિણીત સ્ત્રી કે જે પોતાના પતિનો માર સહન કરી રહી રહી છે અને તે આપણા ફ્રેડી ભાઈથી જોવાતું નથી કેમકે તેમને તો કૈનાઝ સાથે પહેલી નજરે જ પ્રેમ થઇ ચુક્યો છે. લગ્નજીવનથી કંટાળેલી કૈનાઝને હવે ફ્રેડી સાંત્વના આપવા આંતરે દિવસે પહોંચી જાય છે અને તેમાં બન્નેને પ્રેમ થઇ જાય છે. ફ્રેડીને લાગે છે મને મારી સોલમેટ મળી ગઈ પણ કૈનાઝ સાથે લગ્ન કેવી રીતે કરવા એતો પરણેલી છે. તો હવે, ફ્રેડી ભાઈએ કૈનાઝના ઘરવાળા રુસ્તમને રસ્તામાંથી હટાવી નાખવાંનો પ્લાન બનાવ્યો. (આ બધું જાણે નિબ્બા નિબ્બી પ્રેમલા પ્રેમલી રમતા હોય તેવું લાગશે) પણ નિબ્બા નિબ્બીઓ ખાલી વાતો કરે આપણા ફ્રેડી ભાઈએ તો કરી બતાવ્યું. રુસ્તમનું મર્ડર કરી નાખ્યું અને એવી રીતે કર્યું કે પાછળ કોઈ સબુત પણ ના છૂટ્યું. હવે ફ્રેડી ભાઈ રાજીના રેડ થઈ ગયા એમને થયું કે હવે કૈનાઝ સાથે શાંતિથી જીવન વિતાવીશું. મર્ડર કર્યાના એક અઠવાડિયા બાદ ફ્રેડી કૈનાઝને મળવા જાય છે અને દરવાજો ખોલે છે રેમન્ડ….! Ohk… Wait…આ રેમન્ડ કોણ છે…? આવડો આ આખી સ્ટોરીમાં ક્યાંથી ટપક્યો…? બસ તો અહીં જ તો આવે છે સ્ટોરીમાં ટ્વિસ્ટ…
ફ્રેડી એક વન ટાઈમ વોચ મુવી છે પહેલી વાર જોશો તો મજા પડશે. બીજી વાર જોવાની કોઈ તાલાવેલી નહિ થાય. લવ સ્ટોરી થોડી લાંબી લાગશે પણ પછી કેરેક્ટર્સનું ટ્રાન્સફોર્મેશન જોવું ગમશે. સેકન્ડ હાફમાં જો તમને ફ્રેડી માટે સાંત્વના અને કૈનાઝ માટે ઘૃણા થાય તો નવાઈ નહિ. દરેક વખતે એવું લાગશે કે ફ્રેડીએ બરાબર કર્યું. ફિલ્મ જોતા ઘણી વખત Drishyamની યાદ પણ આવી જશે. જેમ વિજય સાળગાવકર પોલીસ સાથે ગેમ રમતો એમ આ ફ્રેડી પણ ઘણી જગ્યાએ ગેમો રમી જાય છે.

Performance wise it’s a Good Movie to Watch.
* ફિલ્મના ડિરેકટર છે શશાંક ઘોષ જેમણે (સોનમ કપૂર વાળી) ખુબસુરત, વીરે ડી વેડિંગ જેવી ફિલ્મો બનાવી છે અને વૈસાભી હોતા હૈ-2 જેવી ગેંગસ્ટર ફિલ્મ પણ બનાવી છે. ફ્રેડીમાં એક ડિરેક્ટર તરીકે નવું તો કશું નથી બતાવ્યું પણ હા.. સ્ટોરી ટેલિંગ સારું છે.
* કાર્તિક આર્યનને આવા સાઇકોપેથ કેરેક્ટરમાં પહેલી વાર જોશો.
* અલાયા એફ.ની આ બીજી જ ફિલ્મ છે and she has done fantastic work.
* ફિલ્મનું ત્રીજું મેઇન કેરેકટર રેમન્ડ જેનું નામ છે કરણ પંડિતે અત્યાર સુધી નાના મોટા પ્રોજેકટ્સ કર્યા છે પણ કદાચ આ તેની ફર્સ્ટ મેઇનસ્ટ્રીમ ફિલ્મ છે.
હવે વખાણ બહુ થયા, ટીકા પણ કરી લેવી જોઈએ
– ઘણી જગ્યાએ ધીમી લાગશે, તેમાં પણ શરૂઆતની લવ સ્ટોરી થોડી વધારે
– સ્ટ્રેચ થતી હોય તેવું લાગશે. કદાચ ફિલ્મ દોઢ કલાકમાં પણ પુરી થઈ શકી હોત. (જો એવું થયું હોત તો વધારે ગ્રીપિંગ બની હોત)
– બેકગ્રાઉન્ડ મ્યુઝિક હજુ વધારે થ્રિલ સાથે સેટ કરવા જેવું લાગશે.
– સ્ટોરી અમુક જગ્યાએ પ્રેડિક્ટેડ થઈ જશે. (એજ સાલું લાગી આવે જો આપણે ધારીએ એવું જ થાય તો ફિલ્મની મજા શેની) અને એટલે જ આ ફિલ્મ વન ટાઈમ વોચ બની જાય છે.

You missed