જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી તારીખ 8 ના કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે યોજાશે આજે તારીખ 7 ના આરઓ અને એઆરઓની મતગણતરી માટેની તાલીમ યોજાશે પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈને બીજા રેન્ડેમાઇઝેશન પૂર્ણ થયા બાદ મત ગણતરીમાં રોકાયેલા સ્ટાફને કર્મીઓને કોમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી ફરજ સોંપવામાં આવી છે ત્યારે તારીખ 8 ને ગુરુવારે મતગણતરી પૂર્વે ગણતરી કેન્દ્ર પર રહેલી સવારે 5 વાગ્યે ત્રીજું અને અંતિમ રેન્ડેમાઈઝેશન થશે જે કામગીરી પૂર્ણ થયા બાદ મતગણતરીના માટેના કર્મચારીને ટેબલ ફાળવણી થશે મત ગણતરીના પૂર્વે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેશે સૌપ્રથમ બેલેટ પેપરથી કરાયેલા મતોની ગણતરી થશે ત્યારબાદ ઇવીએમના મતની ગણતરી શરૂ થશે અને ઇવીએમની મત ગણતરીના અંતે વીવીપીએટ સ્લીપની ગણતરી કરવામાં આવશે પાંચેય બેઠકોની મતગણતરીને લઈ સલામતીના ભાગરૂપે મત ગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે એસપી, ડીવાયએસપી, સીઆરપીએફની 15 સેક્શન એસઆરપી ની 3 સેક્શન 3 પીઆઇ 195 પી.એસ.આઇ સહિતનો બંદોબસ્ત રહેશે