જસદણના કુંવરજી બાવળિયાને કથિત રીતે હરાવી રહેલા ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપથી જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુંવરજી બાવળિયાને હરાવવામાં ભાજપના એક નેતાની મુખ્ય ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં બહાર આવ્યું છે. આ ઓડિયો ક્લિપ બીજેપી નેતા ગજેન્દ્ર રામાણીની હોવાનું પણ બાવળીયા કહી રહ્યા છે. આ મામલે બીજેપી ધારાસભ્ય બાવળીયાની પણ પ્રતિક્રીયા સામે આવી છે.
બાવળીયાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન્ડ સમક્ષ ઓડિયો ક્લિપ રજૂ કરીશ
ચૂંટણી બાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં કુંવરજી બાવળિયાએ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગજેન્દ્ર રામાણી પર આરોપ લગાવતા કહ્યું કે, ગજેન્દ્ર રામાણીએ ચૂંટણીમાં મારી સામે ખુલ્લેઆમ કામ કર્યું છે. ગજેન્દ્ર રામાણીની ગેંગ જય ભોલેનાથ મારી વિરુદ્ધ સાંકેતિક ભાષામાં કામ કરી રહી છે અને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મેં મારી વિરુદ્ધ કામ કરવાની વાત રજૂ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે હું ઓડિયો ક્લિપ ભાજપ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ.
મારા વિરુદ્ધ કામ કરતા હોવાથી હું આ રજૂઆત કરીશ. ગજેન્દ્ર રમાણીવાળી ટોળકી બીજા સભ્યો અને 5 જેટલા લોકો મતદાનની પ્રક્રીયા અને પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટીની વિરુદ્ધમાં સાંકેતીક ભાષામાં વાતો કરતા હતા.