રાજુલા શહેરના છતડીયા રોડ ઉપર આવેલ સૂર્યા બંગ્લોસ સુધી સિંહો પહોંચ્યા હતા. આ રોડ પર અનેક રેસિડેન્ટ સોસાયટીઓ અને સૌથી વધારે માનવ વસાહત વિસ્તારછે અને સિંહો અહીં શહેર સુધી પહેલી વખત પહોંચ્યા હતા અને સિંહનો વીડિયો સ્થાનિક વાહન ચાલક દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો.

રસ્તા વચ્ચે સિંહો આવી જવાના કારણે વાહન ઉભું રાખવાની ફરજ પડી હતી અને થોડીવાર માટે વાહન ચાલક પણ આ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠયા હતા. જયારે દ્રશ્યો ર દિવસ પહેલાના છે અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અહીં રહેતા સોસાયટીના લોકો પણ ચિંતામાં આવ્યા છે.

કેમ કે સિંહો રેસિડન્ટ સોસાયટી વિસ્તારમાં ઘુસી જાય તો બહાર કાઢવા મુશ્કેલ થાય અને વન વિભાગ માટે રેસ્કયુ ઓપરેશન કરવું તે પડકાર બની જાય છે અને તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે અને આ છતડીયા રોડ ર4 કલાક માટે ધમધમતો રોડ છે.

રાજુલા શહેરમાં સિંહની લટારથી લોકોમાં ભયનો માહોલ  ફેલાયો છે તેમજ રાહદારીઓને રાત્રીના સમયે બહાર નીકળવું ખુબજ કઠીન બને છે 

You missed