વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ રોજ મતદાન યોજાયું હતું. રાજ્યના તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.૦૮ ડીસેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને સમાહર્તા કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને પંડિત દિન દયાળ ટાઉનહોલ ખાતે મતગણતરી માટે નિયુક્ત થયેલ માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીમાં રોકાયેલ અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતાં. ધ્રાંગધ્રા ચૂંટણી અધિકારી એમ.પી.પટેલ દ્વારા મત ગણતરી સંબંધિત કામગીરી/પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર દરેક પાસાને આવરી લેતી તાલીમ આપવામાં આવી હતી. મતગણતરીના દિવસે કેવી રીતે કાર્ય કરવું અને મતગણતરી કામગીરીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે ચૂંટણી પંચના નિયત નિર્દેશો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાનાર છે. જિલ્લામાં ૧૪ ટેબલ પર EVM ગણતરી અને ૨ ટેબલ પર પોસ્ટલ બેલેટ ગણતરી એમ મળી કુલ ૧૬ ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના અંદાજે ૩૫૦થી વધુ અધિકારી/કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.
આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. કે. મજેતર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીઓ તેમજ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You missed