Pension and Salary Rules: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા કર્મચારીઓને પેન્શનને લઈને મોટી યોજના બનાવવામાં આવી રહી છે, ત્યારબાદ તમામ કર્મચારીઓના પેન્શનમાં બમ્પર વધારો થશે. અત્યારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળના કર્મચારીઓનો મિનિમમ સેલરી વધારવાની વાત ચાલી રહી છે.સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
21,000 રૂપિયા થશે સેલેરી
આપને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓનો મિનિમમ સેલરી 15,000 રૂપિયા છે, જેને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવી શકે છે.કર્મચારીઓનો મિનિમમ સેલરી વધ્યા બાદ પેન્શનમાં પણ વધારો થશે. મીડિયા રિપોર્ટ મુજબ કર્મચારીઓના મિનિમમ સેલરીમાં વધારાને કારણે પેન્શનમાં પણ વધારો થશે.
2014માં પણ વધી હતી મિનિમમ સેલરી
કેન્દ્ર સરકારે છેલ્લી વખત વર્ષ 2014માં મિનિમમ સેલરીમાં વધારો કર્યો હતો. હાલમાં ફરી એકવાર સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. જો પગાર વધશે તો પેન્શન અને પીએફનો હિસ્સો પણ આપોઆપ વધશે. સરકારના મિનિમમ સેલરીમાં વધારો કરવાથી ભવિષ્ય નિધિમાં કર્મચારીઓનું યોગદાન પણ વધશે.
કેટલું થઈ જશે પીએફનું કોન્ટ્રિબ્યૂશન
આ સમયે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 15,000 રૂપિયા ગણવામાં આવે છે, જેના કારણે EPS એકાઉન્ટમાં મહત્તમ 1250 રૂપિયા જ ફાળો આપી શકાય છે. જો સરકાર પગાર મર્યાદા વધારશે તો યોગદાન પણ વધશે. પગારમાં વધારા પછી માસિક યોગદાન 1749 રૂપિયા (21,000 રૂપિયાના 8.33 ટકા) થશે.
કર્મચારીઓને મળશે અનેક ફાયદા
સરકારના આ નિર્ણયથી કર્મચારીઓને રિટાયરમેન્ટ વખતે પણ વધુ પેન્શનનો લાભ મળશે. જો કોઈ કર્મચારી 20 વર્ષ સુધી કામ કરે છે, તો તેને EPS દ્વારા માસિક પેન્શન 7286 રૂપિયા મળશે. આ ઉપરાંત પગાર વધારાને કારણે કર્મચારીઓને અન્ય ઘણા લાભો પણ મળશે.