પાટણ શહેરમાં લગ્ન પ્રસંગે ખોડાભા હોલ ખાતે તાજેતરમાં સુથાર પરીવાર દીકરીના લગ્નમાં આપવા સારૂ પિતાએ તૈયાર કરેલા રૂ.8 લાખના 14 તોલા સોનાચાંદીના દાગીના ભરેલી બેગ બહેનને રાખવા આપ્યા હતા. ત્યારે મંગળફેરા દરમિયાન ચોથા ફેરામાં જાનૈયા ધમાલ કરતા તે જોવા ઉભા થયા ત્યારે તસ્કર બેગ લઇને રફુચક્કર થઇ ગયો હતો.

પાટણ શહેરના અંબાજી નગર રહેતા ચિરાગકુમાર મનસુખલાલ ખીમાણા હનુમાનપુરા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમની દીકરી દ્રષ્ટીબેનના લગ્ન પ્રસંગ પાટણ ઉંઝા રોડ ઉપર આવેલ ખોડાભા હોલ ખાતે 28/11/2022ના રોજ સાંજના કલાક 5 થી 10 સુધીના રાખેલ હતા જે લગ્ન પ્રસંગ દરમ્યાન દીકરીના લગ્નમાં કન્યાદાન વખતે પિયરપક્ષ તરફથી તેમજ તેના મોસાળ તરફથી દ્વષ્ટીબેનને આપવા સારૂ ખરીદેલા સોના-ચાંદીના દાગીના કાળા કલરની હેન્ડ બેગમાં મુકી કન્યાના ફોઇ વર્ષાબેન સંજયકુમાર સુથારને સાચવવા આપ્યા હતા.

તેઓની નજર ચુકવી તસ્કરો રાત્રે 9:09 વાગ્યાના અરસામાં સોનાચાંદીના દાગીના ભરેલી બેગ લઇને નાશી છૂટ્યા હતા તે ચોરીની વાત મહિલા દોડતા જઇને તેના ભાઇને કરી હતી તેઓ ઘણી બધી શોધખોળ કરી હતી પણ કંઇ મળ્યુ ન હતુ. આ અંગે ચિરાગભાઇ સુથારએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે સોનાચાંદીના કિ.રૂ.808800 ની ચોરી થઇ હતી.

તેની તપાસ અધિકારી પીએસઆઇ જી.વી.વાણિયા જણાવ્યુ હતુ કે ચોરીના બનાવ લઇને લગ્ન પ્રસંગે આવેલા વિડીયો ગ્રાફરના કેમેરામાં શખ્સ કેદ થયો છે તેની શોધખોળ હાથ ધરી છે. ચિરાગકુમાર મનસુખલાલ સુથાર સાથે ટેલીફોની વાતચીત જણાવ્યુ કે મારી બહેન વર્ષાબેન સુથાર દાગીના ભરેલી બેગને સોફામાં બેઠી હતી. વરવધુ ચોથો ફેરો ફરતા હતા ત્યારે જાન્યાઓએ ફુલો નાંખી ધમાલ મચાવતા હતા તે જોવા સારૂ બેગ સોફા ઉપર મુકીને ઉભા થયા તેનો લાભ લઇને ચોર બેગ લઇને રફુચક્કર થઇ ગયો હતો.

You missed