બે દાયકાથી નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરવાના પોકળ દાવાઓ થઈ રહ્યા છે અગાઉના કામનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું અનેકવાર નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની ડીઝાઈનો બદલવામાં આવી દર વખતે ચૂંટણી ઢંઢેરામાં બ્યુટીફીકેશનના દાવાઓ કરવામાં આવે છે મનપાના બજેટમાં પણ બ્યુટીફિકેશનની રકમનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે વધુ એકવાર જુનાગઢ વાસીઓને એવું થાય છે કે હવે કામનો પ્રારંભ થઈ ગયો છે તે માટે ચૂંટણી પૂર્વે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશનના કામનો શુભારંભ તેવું નામ આપી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ગત તારીખ 21 ઓક્ટોબરના નરસિંહ મહેતા સરોવરના કાંઠે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ નાની બાળાના હસ્તે કામનો શુભારંભ કર્યો હતો પરંતુ ત્યારથી લઈ આજ સુધી નરસિંહ મહેતા સરોવરની ફરતી બાજુ એક પણ નવી ઈંટ મૂકવામાં આવી નથી કે અન્ય કોઈ ફેરફાર પણ કરવામાં આવ્યો નથી કામના શુભારંભ વખતે દાવો કરવામાં આવ્યો હતો કે આજથી કામ શરૂ થઈ જશે એજન્સી નક્કી થઈ ગઈ છે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે દોઢથી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે પરંતુ આ તમામ દાવાઓ વધુ એકવાર પોકળ સાબિત થયા છે ચૂંટણી પૂર્વે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કામનો પ્રારંભ કરી ચૂંટણીમાં તેનો ફાયદો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે તેનો ફાયદો કેટલાક મળ્યો છે તે તારીખ 9 ના સ્પષ્ટ થશે

You missed