વિધાનસભા ચૂંટણી ના પ્રચાર પડઘમ શાંત થયા બાદ સિદ્ધપુર વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી પ્રચાર કરેલો હોવાથી ચૂંટણી આદર્શ આચારસંહિતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ ના જાહેરનામા નો ભંગ કર્યા ની તેમની સામે સિદ્ધપુર ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
3 ડિસેમ્બર ના રોજ સાંજ ના 5:00 થી મતદાન પૂર્ણ થતા સુધી સોશિયલ મીડિયા જેવા માધ્યમ દ્વારા ટ્રાન્સમિટ કરી શકાશે નહીં તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા માં ચૂંટણી પ્રચાર બંધ કરવા બાબતે જરૂરી આદેશો આપેલા છે. તેમ છતાં સિદ્ધપુર વિધાનસભા ના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોરે 3 ડિસેમ્બર 2022 ના રોજ સાંજ ના 7:00 સોશિયલ મીડિયા ( ફેસબુક ) દ્વારા ચૂંટણી પ્રચાર કરેલો હોવાની ફરિયાદ સિદ્ધપુર ચૂંટણી અધિકારી ને મળી હતી જેમાં તથ્ય હોવાનું જણાઇ આવતા તેમની સામે સિદ્ધપુર પોલીસ મથકે સિદ્ધપુર ના આચાર સંહિતાના મદદનીશ નોડલ ઓફિસર અને સિદ્ધપુર ચીફ ઓફિસર સંજયભાઈ હાથી ભાઈ પટેલે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.