પંચમહાલની કાલોલ બેઠક આ વખતે ચર્ચામાં જોવા મળી રહી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા પ્રભાતસિંહ આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવાર છે ત્યારે તેમની ગાડીના કાચ ચૂંટણીમાં મતદાન દરમિયાન તૂટ્યા છે. મળતી વિગતો અનુસાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થતા આ મામલો સામે આવ્યો છે.
93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે માત્ર એક કલાક જેટલો જ સમય બચ્યો છે. છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે બબાલ પણ પંચમહાલમાં જોવા મળી હતી. કાલોલમાં ગોદલી ગામમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોગસ વોટીંગના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બબાલ થઈ હતી.
ઉમેદવાર પ્રભાતસિંહની ગાડીના કાચ તૂટ્યા હતા આ મામલે પ્રભાતસિંહે કહ્યું કે, બોગસ વોટીંગની જાણકારી મળી હતી ફતેસિંહના માણસો બોગસ વોટીંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે મીડિયા સમક્ષ કર્યો હતો. જેથી આ મામલે બબાલ થઈ હતી અને મારી ગાડીના કાચ તૂટ્યા હતા. આ ધમાલ થતા પોલીસ દ્વારા મારું રક્ષણ થયું હતું અને મને ઈજા થઈ હતી.
જે રીતે મતદાન ચાલી રહ્યું છે ત્યારે 1 કલાક જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અંતિમ ઘડીમાં આ ધમાલ પણ સામે આવી હતી. પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ત્યારે સામાન્ય બબાલ સામે આવી હતી ત્યારે બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના નથી બની પરંતુ પંચમહાલની આ ધટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.