રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
મૃતક નંદુબેન પરસાણાની ફાઈલ તસવીર.
રાજકોટ શહેરમાં ધીમે ધીમે દેહદાન માટે જાગૃતિ આવી રહી છે. મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરવું જોઈએ તેવા સંકલ્પ લોકો સામેથી લઈ રહ્યા છે. ત્યારે શહેર નજીક કોઠારિયા ગામે રહેતા ખેડૂત પરિવારના વૃદ્ધા નંદુબેન ઘેલાભાઈ પરસાણા (ઉં.વ.75)ના અવસાન બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું છે. લેઉવા પટેલ સમાજનાં નંદુબેને અને તેમના પતિ ઘેલાભાઈએ વર્ષ 2009માં જ પોતાની હયાતીમાં જ દેહદાન કરવા સંકલ્પ કર્યો હતો. 19 નવેમ્બરના રોજ નંદુબેનના અવસાન બાદ પતિ ઘેલાભાઈ અને પુત્ર હરેશભાઇએ નંદુબેનના સંકલ્પ મુજબ જ તેમના દેહનું દાન કર્યું છે અને અન્ય લોકોને પણ દેહદાન કરવા પ્રેરણા આપી છે.
જાહેરમાં થૂંકતા 577 વાહનચાલકોને દંડરાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીના ભાગરૂપે સ્પર્ધાઓ યોજવાની જાહેરાત પણ મહાનગરપાલિકાએ કરી દીધી છે, ત્યારે શહેરમાં જાહેરમાં ઓછું દેખાતું છતાં ખુબ ગંદુ એવું ન્યુસન્સ પાનની પીચકારી અને જાહેરમાં કચરો ફેંકવાનું છે. ચાલુ વર્ષમાં આ રીતે ચાલુ વાહને થૂંકતા અને કચરો ફેંકતા 577 નાગરિકને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. રાજમાર્ગો અને મુખ્ય ચોક પર સીસીટીવી કેમેરા ચેક કરી આવી કાર્યવાહીમાં સૌથી વધુ દંડ મવડી ચોકડીએ કરવામાં આવ્યો છે.
મોટાભાગના વાહનચાલકો દંડ ભરતા નથીઆ વર્ષમાં કરાયેલા કુલ 577 વાહનચાલકોમાંથી માત્ર 54 નાગરિકે દંડ ભર્યો છે. તો 523 નાગરિક દંડ ભરવા આવ્યા નથી. કુલ 1.28 લાખના ઇ-મેમો આવા નાગરિકના ઘરે મોકલવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાર સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ તા.1-4થી તા.23-11 સુધીમાં જુદા જુદા મુખ્ય 38 માર્ગ પરના સીસીટીવી કેમેરા સમયાંતરે ચેક કરીને જાહેરમાં ગંદકી કરતા વાહનચાલકોને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા પણ ટ્રાફિક પોલીસની જેમ આવા ગંદકી કરતા વાહનચાલકોને દંડ માટે ઇ-મેમો મોકલે છે. જો કે આ કાર્યવાહી એટલી કડક હોતી નથી. આથી જ મોટાભાગના વાહનચાલકો દંડ ભરતા નથી.
અન્ય સમાચારો પણ છે…